દિકરી નામે અવસર !

દિકરી નામે અવસર !

કવિશ્રી તુષાર શુક્લ એ દિકરી માટે ખૂબ સુંદર પંક્તિ લખી છે. તેમ કહું તે કરતાં એક પિતાએ દિકરી ઉપર સુંદર મજાની પંક્તિ લખી છે તેમ કહું તે વધારે યથાર્થ લાગે છે.

સાપનો ભારો, તુલસી ક્યારો
તમે ભલે ને ગમે તે ધારો

કોઈ કહે છે પારકું ધન પણ
સાવ અલગ છે ઉત્તર મારો

જીવતર ને મધ મધતું કરતું
દિકરી નામે અત્તર ! – તુષાર શુક્લ

આમતો આ શબ્દો તુષાર ભાઈના છે પણ મને લાગે છે કે આ લાગણી કોઈ પણ પિતાના ભાવ જગતમાં અનુભવાતીજ હશે, એમાં મને કોઈ શંકા નથી.દિકરી નામના અત્તરનો પમરાટ જે ના પામી શક્યું હોય તેના કરતાં વધારે દુખીયરો માણસ આ જનમારામાં કોઈ નહીં હોય ! દિકરીએ તો વહાલનો દરિયો ! સાચું કહું , પરમકૃપાથી મળે છે જીવવા દિકરી નામે અવસર ! હા આ સોનેરો, મોઘેરો અવસર અમને પણ મળ્યો છે, એટલુજ નહીં અનુભવ્યો છે,મારા રોમે રોમથી ! માણ્યો છે, પૂરા દિલથી અને આ વ્યાપ્યો છે શ્વાસોશ્વાસમાં !

મનોજ ખંદેરિયાએ લખ્યું છે-

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ..
ફૂલો એ બીજું કઈ નથી પગલાં વસંતના..

1988 ના જૂન માહિનામાં અમારા આંગણે વસંત બેઠી , જેને અમે નામ આપ્યું ધારા ! અને લાડથી કહેતા નીકી ! નીકીના જન્મ સમયે અમે કેટલા નામ વિચાર્યા હતા જેમાંનું એક નામ હતું ફોરમ ! ફોરમ એટ્લે સુગંધ ! ફૂલની મહેક એટ્લે ફોરમ ! હા એ અમારી મહેક છે, અમારા કુટુંબની મહેક છે , અમારા સંસ્કારોની મહેક છે અમારા લાગણીની મહેક છે અને હું ઇરછું છુકે ધારા, તું આપણાં કુટુંબના સંસ્કારની ધારામાં તારા કુટુંબ ને તરબોળ કરજે, લથબથ..કરજે , લાગણીથી, પ્રેમથી અને વહાલથી પણ.

અમારું આ મધમધતું અત્તર હવે તેના પમરાટનો વ્યાપ વધારવા જઈ રહયું છે , એક ઘરથી બીજે ઘર..એક કુટુંબથી બીજે કુટુંબ.. એક મનો જગતથી બીજે મનો જગત…એક ફલકથી બીજી ફલક … એક આકાશથી બીજે આકાશ… આકાશ એટ્લે તો અવકાશ, અને અવકાશ એટ્લે અપોર્ચ્યુનિટી ! અને લગ્ન સંસ્કાર એટ્લે અપોર્ચ્યુનિટી ને પોસ્સિબિલિટી માં કન્વર્ટ કરવાની સોનેરી તક !!

લગ્નપ્રસંગ, બે પરિવારો માટે એક અનેરો ઉત્સવ છે. બે પરિવારો સુખ અને દુખ માં સાથે રહેવાના કોલ દે છે. લગ્ન એટ્લે બે હિલોળાતા હૈયાનું જીવન સંગીત ! ઘરને એક મંદિર બનાવવા માટે આરસ અને ઈંટ એટલેકે, સ્ત્રી અને પુરુષ બંનેની જરુર પડે છે. અને આં મંદિરનું વાતાવરણ પવિત્ર બનાવવા માટે પ્રેમના પુષ્પો,આનંદની ધૂપસળી,અને શ્રધાનો દીવડો પ્રગટાવવાની જરૂર હોય છે

કોઈ એ સાચું કહ્યું છે કે
માતા પિતાના દિલના કોડિયામાં
સંસ્કારોના તેલ વડે ,
વાત્સલ્યની દિવાસળી થકી
ઘર અને સમાજને
ઉજાગર કરનારી દિવેટ એટ્લે દિકરી..

 

હે લાડલી
તારી સામે અમાપ અવકાશ છે , અપોર્ચ્યુનિટી છે, સુંદર મજાની આ તક છે ,  બે જીવન ને એકરસ કરવાની, બે શરીર અને એક આત્મા ! બે કુટુંબ વરચેની જગ્યાને લાગણીના પુલથી જોડવાની , ભરવાની; જીવનની મધુરતાના ઘૂંટ ઉપર ઘૂંટ પીવાની, તારા સ્વપ્નને  હકીકતના રંગોથી રંગવાની , તારી પાંખો પ્રસારવાની અને ઊંચા આકાશે આંબવાની, સુંદર મજાની સોનેરી તક છે. એક  સરસ મજાની તક છે ટિફિનમાં કેવલને પણ ખબર ન પડે તેમ લંચની સાથે થોડી સફળતા પણ મૂકી આપવાની અને એમ સ્ત્રીમાથી અર્ધાંગિનીમાં પરિવર્તિત થવાની ! .આવનાર પેઢીના લંચ બોક્સમાં નાસ્તાની સાથે થોડા સ્વપ્ન પણ મૂકી આપવાની અને એમ અર્ધાંગિનીમાથી, માં મા પરિવર્તિત થવાની અને સ્ત્રીનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવાની. અને આની પૂર્વ શર્ત છે..

 

સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઉઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણની વાત;
પૈંડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે,
જાન વળાવી, પાછો વળતો દીવડો થરથર કંપે’
ખડકી પાસે ઉભો રહીને અજવાળને ઝંખે.
સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઉઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયુ લઈને ચાલે.

 

ચટાકો !

कार्येषु  दासी  करणेषु मन्त्री

भोजनेषु माता सयनेषु रम्भा

रूपेषु लक्ष्मी क्षमयषु धरित्रि

सत्कर्म नारी कुलधर्म पत्नी

– અજ્ઞાત

Featured post

ઇતિહાસની અટારીએથી !

મહાન ભારત નો ગૌરવવંતો ઇતિહાસ આપણને ખબર નહોય એવું બને ? બહુ ઓછા દેશ એવા હશે જ્યાં જે તે દેશના વતનીથી સાચો ઇતિહાસ છુપાવામાં આવે ! હા એવું બની શકે કે જેનો ભૂતકાળ ખરાબ હોય અને એવું લાગેકે આવનારી પેઢી આ જાણશે તો તે તેમની આગળની પેઢીને માફ નહીં કરી શકે અને તેવા સમયે જો ઇતિહાસ છૂપાવવામાં આવે તો કદાચ લેખે લાગે જોકે હું તો માનું છુ કે સાચો ઇતિહાસ જાણશે તો તેમને ભૂતકાળની ભૂલોમાથી શીખવાનું મળશે ! પરતું જ્યારે આપણો ઇતિહાસ ભવ્ય હોય ત્યારે છુપાવાનું કોઈ કારણ ? આપણાં દુર્ભાગ્યે આપણી સાથે આવુજ કઈક થયું છે..કદાચ પ્રવર્તમાન સરકાર કઈક કરે અને આપણને સાચો ઇતિહાસ જાણવા મળે !

ઇતિહાસની એક ઘટના મને હજુયે સમજાતી નથી કે કઈ રીતે કેટલાક લોકો આવીને ભર મધ્યેથી , સોમનાથ મંદિર ઉપર ૧૮ -૧૮ વખત આક્રમણ કરીને બહારથીકોઈ આવી ને આપણી માન્યતા ના પ્રતિક , આપણાં સર્વસ્વ એવા ભગવાન શંકરના મંદિર લૂંટીજાય ! શું કોઈ માયનો લાલ નહીં હોય જેને તેમને પડકારીયા હોય ? જો આ સત્ય હોય  તો આપણે આજે પણ એજ છીએ ? શું આપણાં પૂર્વજો નમાલા, માઈકાંગલા કે શૌર્યવિહીન હતા ? શું આપણું ધર્મ જનૂન મારી પરવારયું હતું ? કે આપણાં ઉપર અહિંસાવાદ નું ભૂત એટલી હદે સવાર હતું કે આપણે આપણાં દુશ્મનો સામે પણ લડવું અયોગ્ય લાગ્યું ? ભારતના નાગરિક તરીકે શું આપણી ફરજ નથી કે આપણે સત્યને જાણવાની કોશિશ કરીયે ? ક્યાં કારણો એ આપણાં પૂર્વજો ને તેમનો સામનો કરતાં રોક્યા હતા ? શું આપણાં દુશ્મનો ખૂબ શશક્ત હતા ? શું તેઓ પાસે અત્યંધુનિક શસ્ત્રો હતા ? કે આપણે યુદ્ધ કૌશલ્ય ઘુમાવી બેઠા હતા ? આપણી પાસે પૌરાણિક સાધનો હતા ? બૌદ્ધ અને જૈન ધર્મ માં રહેલી અહિંસાના પ્રચારની અસર હેઠળ આપણે કિલિંગ ઈન્સ્ટિક્ટ ઘુમાવી દીધી હતી ?  આં ઘુમરાતા પ્રશ્નો નો જવાબ મેળવવોજ રહ્યો અને જ્યારે આપણી પાડોશના દેશોના(પાકિસ્તાનના) પ્રબુદ્ધ વતની શ્રી તારેક ફતેહ જ્યારે કહેતા હોય કે મને ગર્વ છે કે હું અશોકનો વંશજ છુ. અને જ્યારે મહમદ ઘોરી ને અને બિન કસીમ ને લુટારા ગણતાં હોય ત્યારે આપણે  આપણો ગૌરવવંતો અજાણ્યો ઇતિહાસ ખંખોળવો રહ્યો !!

મારી આપ સૌને નમ્ર વિનંતી છેકે આપ પણ મને સાથ આપશો આપણાં ગૌરવંત ઇતિહાસ સુધી પહોચવામાં ,

 

Featured post

કાશ્મીર – આ ધરતી પર સ્વર્ગ ક્યાય છે તો તે અહિયાં છે !અહિયાં છે !

” ગર ફ઼િર્દૌસ બર રુએ જ઼મીન અસ્ત, હમીં અસ્ત, હમીં અસ્ત.”   પ્રથમ વખત મોગલ સમ્રાટ ,જહાંગિર જ્યારે કાશ્મીર ની મુલાકાત લીધી ત્યારે તેમના મુખ માંથી નીકળેલા ઉદગાર ! જો આ ધરતી પર સ્વર્ગ  ક્યાય  છે  તો તે અહિયાં  છે !અહિયાં  છે !  આજે પણ એટલાજ  સાચા  છે. હરી ભરી વાદીયો, ઉન્નત મસ્તકે ઉભેલા ધવલ શિખરો અને ખળ ખળ વહેતા નીર સાથે ઉછળકૂદ કરતી ને વહેતી જેલમ નદી ! હવા માં પ્રસરેલી કેસરની  મીઠી સુગંધ , અને  તામ્રવર્ણી ચિનાર ના પર્ણોની નજાકત  આહ લાદક નજારો પ્રસ્તુત કરે છે ! લીલા, પીળા અને લાલઘૂમ સફરજનોથી લચેલા વૃક્ષોની તો  વાત નિરાલી છે ! ઊંચી, ગોરી,ભૂરી આંખો વાળી કાશ્મીરી સ્ત્રી! સાચેજ કશ્મીરની કળી ! સૌંદર્યનું કેટલુય રસપાન કરો પણ મન ક્યારેય ધરાય નહીં ! અરે  મન ભરીને પીવો છતાય મન ભરાયનહી !  તેનું નામ કાશ્મીર ! ભારતનું સરતાજ એટ્લે કાશ્મીર ! ધરતી પરનું સ્વર્ગ એટલે કે કાશ્મીર. પ્રાચીન કાળના ઋષિઓથી માંડીને આધુનિક સમયના અનેક સાહિત્યકારોને ઉત્તમ વિચારો માટેની પવિત્ર ઊર્જા પૂરી પાડનારી સ્વપ્નભૂમિ એટલે કાશ્મીર. કાશ્મીર અંગે સાંભળેલી અને વાંચેલી આવી અનેક કથાઓના મીઠા સંસ્મરણને યાદ કરીને અમે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન સપરિવાર મિત્રવૃન્દ સાથે કાશ્મીરને માણવાનો લાહવો લેવાનું નક્કી કરી ને પહોચી ગયા જન્નતે નૂર “કાશ્મીર”!

આવો આપણે આજે સાથે મળી કાશ્મીરના શબ્દદેહ ને જાણવાની, માણવાની અને કશ્મીરના સૌંદર્યે ને કેમેરાની આંખે જોવાની પણ લિજ્જત માણીએ !

કેસરના ફૂલ
સફરજનથી લચેલા વૃક્ષો

જમ્મુથી શ્રીનગરનો રસ્તો ૩૦૦ કિલોમીટરની આસપાસ પણ પહોંચતા પહોંચતા ત્રણ નદી (ચેનાલ, લવી, જેલમ) અને બરફથી ઘેરાયેલા પહાડો અને હરિયાળીવાળી ખીણો તમારી આંખો ચકાચૌંધ કરી દે છે. શ્રીનગરથી ૧૦૦ કિલોમીટરની પેરિફેરિમાં ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ, ટંગમર્ગ, યુસમર્ગ જેવાં સ્થળો આવેલાં છે.

ભારતીય ઉપખંડ ના ઉત્તર છેડે આવેલો પ્રદેશ છે. ભારતના જમ્મુ અને કશ્મીર રાજ્ય ને ત્રણ ભાગ માં ઓળખવામાં આવે છે. જમ્મુ , કાશ્મીર ખીણ અને  લદાખ . આમ કાશ્મીર ખીણ ભારતનો જમ્મૂ કાશ્મીર રાજ્યનો એક ભાગ છે. તેની ઉત્તરે પાકિસ્તાન, અફગાનિસ્તાન તથા ચીન, પશ્ચિમે પાકિસ્તાન, પૂર્વ માં લડાખ પ્રદેશ તથા દક્ષિણમાં જમ્મુ આવેલાં છે. રાજનૈતિક વિવાદોને કારણે ઘણીવાર આખા જમ્મુ કાશ્મીર રાજ્યને લોકો (ખાસ કરીને વિદેશમાં) કાશ્મીર કહે છે. કાશ્મીરનો મુખ્યભાગ કાશ્મીર ખીણ છે. તે ચારે બાજુ હિમાચ્છાદીત પર્વતોથી ઘેરાયેલો છે. કાશ્મીર ખીણનો આ પ્રદેશ અત્યંત નયનરમ્ય છે, અને કાશ્મીર તેના  કુદરતી સૌંદર્ય માટે દુનિયાભરમાં જાણીતું છે. કવિઓએ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહીને નવાજ્યું છે.

IMG_5940
કાશ્મીર ભારતીય ઉપમહાદ્વીપ નો એક ભાગ છે જેના અલગ-અલગ ભાગોં પર ભારત તથા પાકિસ્તાન નુ અધિપત્ય છે. ભારતીય કાશ્મીર જમ્મૂ અને  કાશ્મીર પ્રદેશનો એક ખંડ છે. પાકિસ્તાન તેના પર ભારતનો અધિકાર નથી માનતુ તેને પોતાનુ બનાવી લેવા માગે છે. કાશ્મીર એક મુસ્લિમ બહુલ પ્રદેશ છે. આજે તે આતંકવાદ સામે ઝઝૂમી રહ્યો છે. તેની મુખ્ય ભાષા કાશ્મીરી છે. જમ્મુ અને કાશ્મીર ના બાકી બે ખંડ છે જમ્મૂ અને લદ્દાખ઼ પાકિસ્તાન શાસિત રાજ્યના બે બીજા ખંડ છે : શુમાલી પ્રદેશ અને કહેવાતુ આઝાદ કાશ્મીર. ચીનના શાસન નીચે લદાખનો અક્સાઈ ચિન પ્રદેશ આવે છે.

આ સુંદર ભૂભાગ(ભુમી) મુખ્યત્વે ઝેલમ નદીના ઘાટીમાં આવેલો છે. ભારતીય કાશ્મીર ઘાટીમાં ૬ જિલ્લા છે: શ્રીનગર, બડ઼ગ઼ામ, અનંતનાગ, પુલવામા, બારામુલા અને કુપવાડ઼ા કાશ્મીર હિમાલયના પર્વતીય ક્ષેત્રનો ભાગ છે. જમ્મુ ખંડથી અને પાકિસ્તાનથી તેને પીર-પાંજાલ પર્વત-શ્રેણી અલગ કરે છે. અહીં ઘણા સુંદર સરોવર છે, જેમ કે દાલ, વુલર અને નગીન. અહીંનુ હવામાન ગરમીમાં ખુશનૂમા અને ઠંડીમાં બર્ફીલુ હોય છે. આ પ્રદેશને ધરતીનુ સ્વર્ગ કહેવાય છે.

શ્રીનગર, જમ્મૂ અને કાશ્મીર રાજ્ય ની ગ્રીષ્મકાલીન રાજધાની છે. આ શહેર અને તેના આસ-પાસ ના ક્ષેત્ર એક જ઼માના મા દુનિયા ના સૌથી ખ઼ૂબસૂરત પર્યટન સ્થળ તરીકે જાણીતા હતા — જેમકે દાલ સરોવર, શાલિમાર અને નિશાત બાગ઼, ગુલમર્ગ, પહલગ઼ામ, ચશ્માશાહી, આદિ. અહી હિન્દી સિનેમા ની ઘણી ફ઼િલ્મોંનુ શૂટિંગ થતુ હતુ. એવુ માનવામાં આવેછે કે શ્રીનગરની હજ઼રત બલ મસ્જિદ માં હજરત મુહમ્મદ સાહેબ પયગંબરની દાઢ઼ી નો એક વાળ રાખવામાં આવ્યો છે . શ્રીનગર માં શંકરાચાર્ય પર્વત છે. જ્યાં હિંદુ ધર્મસુધારક અને અદ્વૈત વેદાંત ના પ્રતિપાદક આદિ શંકરાચાર્ય સર્વજ્ઞાનપીઠ ના આસન પર વિરાજમાન થયા હતા. દાલ સરોવર અને ઝેલમ નદી (સંસ્કૃત : વિતસ્તા, કશ્મીરી : વ્યથ) માં પરીવહન માટે, ફરવા તેમજ ખરીદારી કરવા માટે શિકારા નામની ખાસ હોડીઓ વપરાય છે. કમળના ફૂલોથી સુશોભીત આ દાલ સરોવર પર હોડીઓમાં બનાવેલા ખાસ ઘર હોય છે જે હાઉસબોટ કહેવાય છે. ઇતિહાસકાર માને છે કે શ્રીનગરને મૌર્ય સમ્રાટ અશોક દ્વારા વસાવાયુ હતુ.

દાલ ઝીલમાં શિકારારાઈડ

સામિ સાંજે , ઢળતા દિવસે, સહ પરિવાર દાલલેક માં નૌકા (શિકારા) વિહાર
ઢળતી સંધ્યાએ દાલલેકમાં શિકારાની સફર , શ્રીનગર


શ્રીનગર થી નજીક મા એક પ્રાચિન માર્તણ્ડ (સૂર્ય) મંદિર છે.અને કુઔર અનેર અનંતનાગ જ઼િલ્લામાં શિવને સમર્પીત અમરનાથ ની ગુફા છે. જ્યાં હજારો તીથયાત્રીઓ જાયછે. શ્રીનગર થી ૩૦ કિલોમીટર દૂર મુસ્લિમ સૂફ઼ી સંત શેખ઼ નૂરુદ્દિન વલી ની દરગાહ ચરાર-એ-શરીફ઼ છે. જેને કેટલાક વર્ષ પહેલા ઇસ્લામી આતંકવાદિયોં એ સળગાવી દીધી હતી, પરંતુ ત્યાર બાદ તેનુ સમારકામ કરવામાં આવ્યુ છે.

ચરારે શરિફ

પહેલગામ:

Pahalgamની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૮.૨ ૧૪.૧ ૨૦.૫ ૨૪.૫ ૨૯.૬ ૩૦.૧ ૨૯.૬ ૨૭.૪ ૨૨.૪ ૧૫.૧ ૮.૨ ૧૯.૭૩
સરેરાશ લઘુતમ °સે (°ફે) -૨ -.૭ ૩.૪ ૭.૯ ૧૦.૮ ૧૪.૯ ૧૮.૧ ૧૭.૫ ૧૨.૧ ૫.૮ ૦.૯ -૧.૫ ૭.૩
Precipitation mm (inches) ૪૮
(૧.૮૯)
૬૮
(૨.૬૮)
૧૨૧
(૪.૭૬)
૮૫
(૩.૩૫)
૬૮
(૨.૬૮)
૩૯
(૧.૫૪)
૬૨
(૨.૪૪)
૭૬
(૨.૯૯)
૨૮
(૧.૧)
૩૩

પહેલગામ (ભરવાડોનું ગામ ) ખૂબ સુંદર પ્રાકૃતિક દ્રશ્યો ધરાવે છે. અહીં પ્રવાસી કોઈ હોટેલમાં માત્ર આરામ કરી શકે છે અથવા આસપાસની ઘણી પહાડીઓમાં કોઈ એક પર આરોહણ કરી શકે છે જેમાં લીદ્દેરવાત, કોલોહોઈ હિમનદી કે સોમાંગ શામિલ છે. અહીં શિયાળાના સમય દરમ્યાન સ્નો સ્કીઈંગ કરી શકાય છે (ડિસેમ્બરથી માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી)પહેલગામની પોતાની એક નજાકત છે ! પોતાની સુંદરતા  છે !પોતાની અનેરી આહલાદકતા છે ! એકદમ ખડકાળ, ઊંચું અને રફ. ત્યાંનાં સ્થળોમાં ખીણો મુખ્ય છે, બેતાબ વેલી, પહેલગામ વેલી અદભૂત છે.

પહેલગામની બજારમાં ચાહની ચૂસકીનો આનંદ !!
પહેલગામની બજારમાં રોયલ ફૅમિલી સાથે બ્રમણ
પહેલગામ માં ઘોડેસવારીનો આનંદ અનોખો !
પહેલગામ “મિનિ સ્વિસ”
એકલો જાને રે..
મિનિ સ્વિસ નું આહલાદક દ્રશ્ય
અહો ! સૌદર્ય ! સલામ કુદરત તને !!
કોઈ લૌટાદે મેરે બિતે હુએં દિન ..પ્યારે પ્યારે દિન …
યે મૌસમ ..યે રાહે .. નદીકા કિનારા યે ચંચલ હવા ! જાણે ગીત ના શબ્દો પ્રમાણે નું ચિત્ર !
પહેલગમની અદભૂત સવાર નો નજારો !
પહેલગામ ગોલ્ફ કોર્સ
પહેલગામનું સવારનું દ્રશ્ય
પહેલગામ ગોલ્ડ કોર્સ

ગુલમર્ગ :

ગુલમર્ગ શ્રીનગર થી 52 કિ.મી. સ્થિત થયેલ છે.તે 2.690 મીટર (8,825 ફૂટ) ની સરેરાશ ઊંચાઇ પર આવેલ છે.

ગુલર્મગનો અર્થ છે, ફૂલોની ભૂમી. જમ્મૂ કાશ્મિરના બારમૂલા જિલ્લામાં લગભગ 2730 મીટરની ઉંચાઇ પર સ્થિત ગુલમર્ગની શોધ 1927માં અંગ્રેજોએ કરી હતી. આ પહેલા ગૌરીમર્ગના નામથી તે આળખાતું હતું. જે ભગવાન શિવની પત્ની ગૌરીના નામથી છે. પછી કાશ્મિરના છેલ્લા રાજા, રાજ યુસૂફ શાહ ચકે આ સ્થાનની સુંદરતા અને શાંત વાતાવરણમાં મગ્ન થઇને તેનું નામ ગૌરીમર્ગથી ગુલમર્ગ રાખી દીધું.  20 મી સદીના શરૂઆત ના સમયગાળા માં પ્રસિદ્ધ એશિયન સેન્ટ્રલ સંશોધક સર માર્ક ઔરેલ  સ્ટેઇન ( 1862-1943 ) , અહીં પોતાના અભિયાનનું દરમ્યાન  તંબુમાં પોતાનું ઘર બનાવ્યું હતું . ભારત ખાતે કાર્યરત બ્રિટિશરો  માટે ઉનાળામાં રજાઓ માણવાનું સૌથી પ્રિય સ્થળ હતું. આતકવાદી પ્રવૃતિ મંદપડ્યા બાદ ગુલમર્ગમાં  સૌથી વધુ  મૂલકાતીઓ આવી રહ્યા છે. અંકુશ રેખા થી ઘણું નજીક આવેલ છે અને અતિ લોકપ્રિય સ્કી રિસોર્ટ છે. શિયાળામાં સૌથી વધુ બરફ વર્ષા અહી થાય છે.

ગુલમર્ગનું સોહામણું હવામાન, શાનદાર પરિદ્રશ્ય, ફૂલના ખીલેલા બગીચા, દેવદારના ઝાડ, સુંદર સરોવર પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ગુલમર્ગ પોતાની હરિયાળી અને સૌમ્ય વાતાવરણના કારણે આજે એક પિકનિક અને કેમ્પિંગ સ્પોટ બની ગયું છે. નિંગલી નલ્લાહ, વરિનગ અને ફિરોજપુર નલ્લાહ અહીના કેટલા પ્રમુખ નલ્લાહે છે. કહેવામાં આવે છે કે વરિનગ નલ્લાહના પાણીમાં કેટલાક ઔષધીય ગુણ હયાત છે. જેના કારણે અહી ઘણા પ્રવાસીઓ આવે છે. બાયોસ્પીયર રિઝર્વ પણ ગુલમર્ગનું પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે.

ડ્રંગ, જેની શોધ તાજેતરમાં જ કરવામાં આવી છે. ગુલમર્ગનું સૌથી મોટુ પિકનિક સ્પોટ છે. પર્યટકો અહીની સુંદરતાની સાથે માછલી પકડવાનો લુત્ફ પણ ઉઠાવી શકે છે. લિંમર્ગ ગુલમર્ગનું અન્ય એક પર્યટક સ્થળ છે, જે પોતાની પ્રાકૃતિક સૌંદર્યતા માટે પ્રસિદ્ધ છે. દેવદારના ઝાડો અને સુંદર ફૂલોથી ઢંકાયેલો આ પ્રદેશ કેમ્પિંગ અને પર્યટક માટે ઉત્તમ સ્થળ છે. અલપાથર ઝીલ ગુલમર્ગથી 13 કિમી દૂર છે અને આ ગુલમર્ગનું પર્યટક સ્થળ પણ છે. આ સરોવરની ખાસિયત એ છે કે જૂન સુધી તેમાં બરફ જમા રહે છે અને ગરમીઓમાં તેનુ પાણી બરફના ટૂકડા સાથે નિંગલી નલ્લાહમાં વહેવા લાગે છે. આ સરોવરની આસપાસ બરફથી ઢંકાયેલા પર્વતો તેને વધુ આકર્ષક બનાવી દે છે.

ગુલમર્ગમાં ગજબ ટાઢ ! સંધ્યાકાળે સુરજ આથમવા સાથે  ને ઠંડીનું સામ્રાજ્ય  શરૂ થઈ જાય. રાત્રે આઠ  વાગ્યામાં તો થરમૉમિટરનો પારો છેક શૂન્ય  ડિગ્રીથી પણ નીચે  ઊતરી જાય. રૂમ માં રૂમ હીટર લગભગ આખો દિવસ ચાલુ રાખવું  પડે છતાં આહલાદક કાશ્મીરના  ગુલમર્ગ નું સૌંદર્ય આંખમાં સમાતું નથી . એક વખત જોયું હોય તે તેના સૌંદર્યથી અભિભૂત થયા વગર રહેતો નથી !

ગુલમર્ગના હવામાન ની માહિતી
મહિના જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જૂલાઈ ઔગ સપ્ટે ઓક્ટો નવેમ્ ડિસેમ સરેરાશ
સરેરાશ  ઊંચું  °C (°F) 0
(32)
4
(39)
13
(55)
19
(66)
20
(68)
22
(72)
25
(77)
24
(75)
18
(64)
13
(55)
7
(45)
2
(36)
13.9
(57)
સરેરાશ નીચું °C (°F) −9
(16)
−3
(27)
0
(32)
6
(43)
10
(50)
11
(52)
12
(54)
10
(50)
7
(45)
5
(41)
0
(32)
−2
(28)
3.9
(39.2)
વરસાદ મી.મી. (ઇંચ) 74
(2.91)
71
(2.8)
91
(3.58)
94
(3.7)
61
(2.4)
36
(1.42)
58
(2.28)
61
(2.4)
38
(1.5)
30
(1.18)
10
(0.39)
33
(1.3)
657
(25.86)

         

ગોંડોલા રાઈડ, ગુલમર્ગ
હોટેલ ગ્રાન્ડ મુમતાઝ , ગુલમર્ગ
ગુલમર્ગ
વાહ રે કુદરત !! ગુલમર્ગ
કુદરતના નજરા ને ગુલમર્ગમાં – સહકુટુંબ

ગુલમર્ગ નો નજારો ! મિત્રવૃન્દ સહપરિવાર

પર્વતીય રમતો ને આનંદ સાથે માણતી નવી પેઢી !
બરફની રમત કે બરફ સાથે રમત ?
ગોંડોલા રાઈડની આતુરતાથી રાહ જોતાં પરિવારજનો !

 

સોનમર્ગ એટલે કે ‘સોનાનું મેદાન’ એના નામની જેમ જ એકદમ પ્રકાશિત, ચળકતું છે. ગગનગીરથી આગળ કાર ન જતી હોઈ ૧૧ કિલોમીટરનું અંતર ચાલીને કાપીએ તો તમને દરેક રાજ્યના લોકો સામે મળે! મોટેભાગે પ્રવાસીઓ તેને સોનમર્ગ કહે છે પરંતુ તેનું અસલ નામ સોનામર્ગ છે. આ જગ્યાના પથ્થરોમાં નકરું સોનું છે, જો કે આ પથ્થરોને સોનામાં રૂપાંતરિત કરવાના રસાયણની શોધ હજી થઈ નથી ! સોનમર્ગની સુંદરતા શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલજ નહીં પરતું ના મુમકિન છે. બરફથી ઘેરાયેલા પાઈન-ચિનાર-દેવદારનાં વૃક્ષો અનન્ય છે! બરફ ઓગળી તેમાથી રેલતા ઝરણામાથી પ્રગટતું સંગીત  અલૌકિકજ નહીં પરંતુ શાતા આપનારું પણ છે. કુદરતે વેરેલું અફાટ સૌદર્યમાથી  કયા દશ્યને હું કેમેરામાં કેદ કરું, કયા દશ્યને હું મારી સાથે લઈ જાઉં ? – મારી આંખો અનિમેષપણે આ કુદરતી સોંદર્યને ધરાઈ ધરાઈને નીરખ્યા. ક્યારેક તો મારી જાતને પ્રકૃતિના ખોળે નહિ પણ પરમાત્માના ખોળામાં હોવાની અનુભૂતિ થતી હતી. જાણે કે હું સમગ્ર સંસારથી અલિપ્ત થઈ ગયો હતો ! માર મનમાં અન્ય કોઈ જ વાત આવી રહી નહોતી. મારું મન સંપૂર્ણ ધ્યાન મગ્ન હતું….. શું આજ તપની કોઈ અવસ્થા હશે ? કલાકો સુધી હું આ પરિસ્થિતિમાં રહ્યો  અને પછી જ્યારે હું પૂર્વવત્ થયો  ત્યારે અમે સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહ્યા હતા. સોનમર્ગની આ મુલાકાત મારા જીવનનું યાદગાર સંભારણું બની ગઈ. સોનમર્ગ નું વાતાવરણ આહલાદક પરંતુ કઈક અંશે તણાવ વાળું પણ છે. એકે ૪૭ લઈ ચારે બાજુ સુરક્ષામાં તહેનાત સૈનિકો, સતત વહેતો કાતિલ ઠંડો પવન,બરફના થર અને પહાડી રસ્તાઓ દિલો દિમાગ પર છવાઈ જાય. જ્યારે ખૂબ બરફ પડે ત્યારે કારના વ્હિલ્સ પર સાંકળ બાંધી ચલાવવામાં આવે જેથી એ બરફ પર  લસરી ના જાય.

સોનમર્ગ
સોનમર્ગ

સોનમર્ગ
સોનમર્ગ

 

કાશ્મીરનો ઇતિહાસ :

કેટલીક ફિલ્મો કે જેનુ શુટિંગ કાશ્મીરમાં / ગુલમર્ગમાં થયુ હતુ

આરજ઼ૂ
કાશ્મીર કી કલી
મિશન કાશ્મીર
જંગલી
બૉબી
જબ જબ ફૂલ ખિલે
જબ તક હે જાન

પ્રાચીનકાળમાં કાશ્મીર પર હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિઓનો વિશેષ પ્રભાવ પડેલ છે. એવુ માનવામા આવેછે કે અહીં ભગવાન શિવની પત્ની દેવી સતી નિવાસ કરતી હતી, અને તે સમયે આ ખીણ પાણીથી ઢંકાયેલી હતી, અહીં એક રાક્ષસ નાગ પણ રહેતો હતો, જેને વૈદીક ઋષિ કશ્યપ અને દેવી સતીએ મળીને હરાવ્યો હતો તથા મોટાભાગનુ પાણી ઝેલમ નદી ના રસ્તે વહાવી દીધુ હતુ. આ પ્રમાણે આ જગ્યા નુ નામ સતીસર થી કાશ્મીર પડ્યુ. આનાથી તર્કસંગત પ્રસંગ એ પણ છે કે આનુ વાસ્તવિક નામ કશ્યપમર (અથવા કાચબાનુ સરોવર) હતુ. આથી કાશ્મીર નામ પડ્યુ.

કાશ્મીર નો સરસ પ્રાચીન ઇતિહાસ કલ્હણ (અને ત્યાર બાદ ના અન્ય લેખકોં) ના ગ્રંથ રાજતરંગિણી થી મળેછે. પ્રાચીન કાળમા અહીં હિંદુ આર્ય રાજાઓં નુ રાજ હતુ. મૌર્ય સમ્રાટ અશોક અને કુષાણ સમ્રાટ કનિષ્ક ના સમયમાં કાશ્મીર બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિ નુ મુખ્ય કેન્દ્ર બની ગયુ. પૂર્વ-મધ્યયુગ મા અહીંના ચક્રવર્તી સમ્રાટ લલિતાદિત્ય એ એક વિશાલ સામ્રાજ્ય ક઼ાયમ કરી લીધુ હતુ. કાશ્મીર સંસ્કૃત વિદ્યા નુ વિખ્યાત કેન્દ્ર હતુ.
કાશ્મીર શૈવદર્શન પણ અહીં જન્મ્યા અને મોટા થયા. અહીંના મહાન મનીષીયોં માં પતાંજલી, દૃઢબલ, વસુગુપ્ત, આનન્દવર્ધન, અભિનવગુપ્ત, કલ્હણ, ક્ષેમરાજ વગેરે છે. એવી ધારણા છે કે વિષ્ણુધર્મોત્તર પુરાણ તથા યોગ વાસિષ્ઠ અહીં લખાયેલ.
મધ્યયુગ માં મુસ્લિમ હુમલાખોર કાશ્મીર પર હાવી થઇ ગયા. કેટલાક મુસલમાન શાહ અને રાજ્યપાલ (જેવાકે શાહ જ઼ૈન-ઉલ-અબિદીન) હિન્દુઓં સાથે સારો વ્યવહાર કરતા હતા. પરંતુ કેટલાક (જેવાકે સુલ્તાન સિકંદર બુતશિકન) એ અહીંના મૂળ કાશ્મીરી હિન્દુઓં ને મુસલમાન બનવા, અથવા રાજ્ય છોડ઼વા કે મરવા માટે મજબૂર કર દિધા. થોડીક સદીઓમા કાશ્મીર ઘાટીમા મુસ્લિમ બહુમત થઇ ગયુ. મુસલમાન શાહોમા શાસનવાર્ંવાર અફ઼ગ઼ાન, કાશ્મીરી મુસલમાન, મુગ઼લ આદિ વંશોં પાસે ગયુ. મુગ઼લ સલ્તનતના પતન પછી શીખ મહારાજા રણજીત સિંહ ના રાજ્યમા ભળી થઇ ગયા. થોડા સમય બાદ જમ્મૂના હિંદુ ડોગરા રાજા ગુલાબ સિંહ ડોગરા એ બ્રિટિશ લોકો સાથે સંધિ કરીને જમ્મૂ ની સાથે સાથે કાશ્મીર પર પણ અધિકાર કરી લીધો (જેને એવુ પણ કહેવાયકે કાશ્મીર ને ખ઼રીદી લીધુ )
કાશ્મીરી લોકો ભારતની આઝાદીના સમયે કાશ્મીરી ઘાટીમા લગભગ ૧૫% લોકો હિંદુ હતા અને બાકી ના મુસલમાન હતા. આતંકવાદ શરુ થયા પછી હાલમા કાશ્મીર માં ફક્ત ૪% હિંદુ હયાત છે, એટલેકે ઘાટીમા ૯૬% મુસ્લિમ બહુમત છે. મોટાભાગે અહીં ના મુસલમાનો અને હિંદુઓ હળીમળીને રહેછે. કાશ્મીરીના લોકો દેખાવમા ખ઼ૂબસૂરત હોય છે : લાંબુ કદ, ગોરી ત્વચા અને ભૂરી આઁખો. કાશ્મીરીના લોકો અતિથિ ના આદર સત્કાર માટે મશહૂર છે.

અહિયાં સૂફી પરંપરામાં માનનારા લોકો વસે છે જે કાશ્મીરી ઇસ્લામ ને  પરંપરાગત શિયા અને સુન્ની ઇસ્લામથી થોડા અલગ પાડી દે છે જે થી તેઓ બીજાની સરખામણી માં વધુ સહિષ્ણુ  બનાવે છે . કશ્મીરના હિન્દુઓ કાશ્મીરી પંડિત તરીકે ઓળખાય છે. બધાજ કાશ્મીરીઓને કાશ્મીરીયત પર નાજ છે . કશ્મીરનો ખીણ પ્રદેશ કાશ્મીરી સફરજન, ચિનાર ના વૃક્ષો , કેસર, પશમીની ઉન અને શાલ પરના ભરતકામ, કાશ્મીરી કાહવાં અને ગલીચા માટે  મશહૂર છે. અહીના સંતૂર પણ ખૂબ વખણાય છે . આતકવાદથી કશ્મીરની વાદીની ખુશી હણાય ગઈ છે.

ભારત ની સ્વતન્ત્રતા ના સમયે હિંદુ રાજા હરિ સિંહ અહિં ના શાસક હતા. શેખ઼ અબ્દુલ્લા ના નેતૃત્વમા મુસ્લિમ કોન્ફરન્સ(ત્યારબાદ નેશનલ કોન્ફરન્સ) એ સમયે કશ્મીર ની મુખ્ય રાજનૈતિક પાર્ટી હતી. કશ્મીરી પંડિત, શેખ઼ અબ્દુલ્લા અને રાજ્ય ના વધુ મુસલમાન કશ્મીરને ભારતમાજ  વિલય થાય તેમ ઇચ્છતા હતા પણ પાકિસ્તાનથી તે સહન ના થયુ કે કોઈ મુસ્લિમબહુમતી વાળો  પ્રાન્ત ભારત મા રહે કેમકે આથી તેમના દ્વિરાષ્ટ્રીય સિદ્ધાંતનો અર્થ રહેતો નહતો  આથી ૧૯૪૭ -૪૮  માં પાકિસ્તાને કબાઈલિ ને આગળ કરી અને તેમની સાથે તેમના લશ્કરને છુપા વેશે મોકલી ,આક્રમણ કરી ભારતના સરતાજ સં કાશ્મીરનો ઘણો ભાગ પડાવી લીધો આ માટે રાજા હરિસિંહ પણ એટલાજ જવાબદાર હતા .તેમના અડિયલ રવૈયાને કારણે ભારતે તેનો મુગટ નો ઘણો હિસ્સો ઘુમાવ્યો,  ત્યારના સમયના તત્કાલિન પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુ એ મોહમ્મદ અલી જિન્ના ને  વિવાદ જનમત-સંગ્રહ કરી સુલતાવવાની દરખાસ્ત કરી જેને  જિન્ના તે સમયે ઠુકરાવી દીધી કેમકે તેમને હતું કે તે લશ્કરી કાર્યવાહીથી કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેશે. આખરે મહારાજા હરિ સિંહ ને જ્ઞાન લાધ્યું કે ભારત સાથે નહીં જોડાય તો ગોળો અને ગોફણ બંને ખોશે ! આખરે  મહારાજા એ શેખ઼ અબ્દુલ્લાની સહમતિ લઈ કેટલીક શરતો ને આધીન ભારતમાં વિલય કર્યો. સરદાર વલ્લભભાઇ પટેલની સુઝબૂઝ અને ત્વરિત નિર્ણય શક્તિ ને પ્રતાપે મહારાજા હરિસિંહ ભારતીય સંઘ માં જોડાવા તૈયાર થયા અને ભારત સાથે જોડવાના કરાર પર સહી કરી આપી . તુરતજ જડપી પગલાં લઈને  ભારતીય સેના ને શ્રીનગર હવાઈ અડ્ડા ઉપર ઉતારવામાં આવ્યું  અને રાજ્ય નો મોટો હિસ્સો પાકિસ્તાન હેઠળ જતાં બચાવી લીધો. શ્રી જવાહરલાલ નેહરૂ આ વિવાદને સંયુક્ત રાષ્ટ્રસંઘ માં લઈ ગયા સંયુક્તરાષ્ટ્ર મહાસભા સંકલ્પ પારિત કર્યો કે  ” પાકિસ્તાન તેના તબ હેઠળનું કાશ્મીર ખાલી કરે અને શાંતિ પ્રસ્થાપિત થાય ત્યાર બાદ બંને દેશ કાશ્મીર ના ભવિષ્યનું નિર્માણ ત્યાની જનતાની ઇરછા મુજબ જનમત સંગ્રહ દ્વારા કરે” દુર્ભાગ્યે બંનેમાથી એકપણ  સંકલ્પ નું પાલન થયું નહીં અને તેના માઠા પરિણામ આજે આપણે ભોગવીએ છીએ .

જોકે ૧૯૫૭ માં જમ્મુ અને કશ્મીરની નિર્વાચિત સંવિધાન સભાએ  એકમતે રાજા હરિસિંહ ના ભારતમાં વિલયના નિર્ણયને માન્યતા આપી એટલુજ નહીં ત્યાર પછી થયેલ કેટલીય ચૂંટણીમાં કાશ્મીરી જનતાએ સહર્ષ ભાગ લઈ ભારત ને સાથ આપ્યો હતો જે પણ હોય, કાશ્મીરી જનતા આજે પણ પાકિસ્તાન દ્વારા ચલાવી રહેલ ભયાનક આતંકવાદ સામે ઝઝુમી રહી છે. ભારતીય ફ઼ૌજ દ્વારા ચાલી રહેલ આતંકવાદ-વિરોધી અભિયાને પણ કાશ્મીરિયોં ને ઇનામ મા કેટલાક માનવાધિકાર હનન પણ  આપ્યા છે. (ભારતીય ફ઼ૌજ આ માટે પોતાની મજબૂરી બતાવતા કહેછે કે આતંકવાદ વિરોધી કાર્યવાહી મા શહેરની જનતા ક્યારેક પિસાઇ જાય છે ). સન ૨૦૦૨ બાદ ઘાટી મા લોકતાંત્રિક રીતે ચુંટણી થઇ રહી છે, પરિસ્થિતી ધીરે ધીરે બદલાઈ રહી છે ! ૨૦૧૪ માં આવનારી  નવી સરકાર શુ કરી શકેછે એતો આવનારો સમયજ બતાવશે.

 
શાલીમાર બાગ માં ભવ્ય 400 વર્ષથી અડીખમ ચિનારના વૃક્ષ ના છાયામાં !
ગ્રેટ સેલ્યુટ ટુ સી આર પી એફ ના જવાન ! 14થી 16 કલાક ની થક્વી નાખનારી નોકરી !
યે હસી વાદીઆ .. યે ખુલા આસમા..શાલીમાર બાગ , શ્રીનગર
ચશ્મેશાહી બાગ, શ્રીનગર
ચશ્મેશાહી બાગ, શ્રીનગર
ચશ્મેશાહી બાગ , શ્રીનગર
Featured post

જોવા છે પાલિવાલ બ્રાહ્મણોની અદભૂત , રોમાંચક અને પ્રેરણા દાયક કથા નાં જીવંત અવશેષો ?

કલધરાની વાત એક રોમાંચક,વિચિત્ર અને પ્રેરણાદાયક કથા છે.પશ્ચિમ રાજસ્થાનમાં, જૈસલમેરથી પશ્ચિમે લગભગ 15 કિ.મી.દૂર કુલધરા નામે એક ગામ કે જે ખંડેર હાલતમાં આવેલું છે.ખંડેર જોઈ ને કહી શકીએ કે ઇમારત કેટલી બુલંદ હતી ! ખૂબ સુંદર આયોજનબદ્ધ નગર રચના હશે તેમ લાગે છે. સીધા અને પહોળા રસ્તા ઉપર ઘરના દરવાજા ખૂલે છે. નગર રચનામાં ઉપયોગિતાજ નહીં પરંતુ સૌંદર્ય અને વાસ્તુશાસ્ત્રને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. બળદ ગાડા ને છોડવાની અને મૂકવાની જગ્યાનું પણ ધ્યાન રાખેલું હોય તેમ જણાય છે. વાવ , મંદિર વિગેરેનું નિયોજન સૂચવે છે કે તે વખતનું આયોજન કેટલું તર્કબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું.

Khambha Fort
Khambha Fort
Khabha Fort
Khabha Fort

કુલધરાએ ૮૪ ગામોના સમુદાયમાં સૌથી મોટુ ગામ હતું. આ ગામની ૧૨૯૧માં પાલિવાલ બ્રાહ્મણો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને આ સમુદાયની સમૃદ્ધિ નું મૂળભૂત કારણ શુષ્ક રણમાં બમ્પર પાક ઉગાડવાની તેમની ક્ષમતા હતી. એ જાણવું વધુ રસપ્રદ હશે કે ખૂબ સમૃદ્ધ પાલિવાલ બ્રાહ્મણો તેમના બિઝનેસ કુશળતા અને કૃષિ જ્ઞાનની નિપૂર્ણતા માટે આટલો જાણીતો સમુદાય હોવા છતાં એકજ રાતમાં ઇસ॰૧૮૨૫માં કુલધરાના તમામ લોકો અને નજીકના ૮૩ ગામો અંધારામાં અદ્રશ્ય કેમ થઈ ગયા ? જે જગ્યા એ ગ્રામજનોનોં ૭ સદીઓ કે તેથી વધુ સમયથી વસવાટ હતો તેમ છતાં રાતો રાત અલોપ કેમ થઈ જવું પડ્યું ?

Bhagna  Avshesh of Village Khambha
Bhagna Avshesh of Village Khambha

દુષ્ટમંત્રી કે દિવાનની નજર ગામનાં મુખીની યુવાન પુત્રી પર બગડી હતી. તેમણે તેને પરણવા જીદ પકડી અને તેમની પુત્રીના લગ્ન માટે ગામ મુખ્યાને ફરજ પાડી હતી.રાજ્યમંત્રી એ ધમકી આપી હતી કે જો તેઓ તેમની દીકરી ને પોતાની સાથે નહીં પરણાવેતો, તેઓ ગામ માં લાવા લશ્કર સાથે દાખલ થઈ બળપૂર્વક યુવા સ્ત્રીને ઉઠાવી જશે. ૮૪ ગામોના તમામ વડાઓ એક રાત્રે મળ્યા અને ગર્વ અને સન્માન માટે રાત્રે અંધારામાં ગામોમાં છોડી જવાનો નિર્ણય કર્યો.
કોઇ કરતાં કોઈ નથી જાણતું કે તેઓ ક્યાં ચાલ્યા ગયા પરંતુ એવું માનવામાં આવે છે કે તેઓ જોધપુર નજીક પશ્ચિમી રાજસ્થાનનાં બીજા શહેર સ્થાયી થયા હશે.

Khambha Fort outer View
Khambha Fort outer View

નાં ખુલેલા બારણાં દાનમાં દીધા
જા તને સંભારણાઑ દાનમાં દીધા
વાયરાએ પાનખર ને હાંક પાડી તો
ડાળખીએ પાંદડાઓ દાનમાં દીધાં
કમનસીબી એટ્લે શું ? તેમ પૂછયું ત્યાં,
એમણે આ ઝાંઝવાઓ દાનમાં દીધાં
બીજુતો પાસે હતું શું આપવા જેવું ?
દીકરીએ ડૂસકાંઑ દાનમાં દીધાં
– દિનેશ કાનાણી

View from Khambha Fort
View from Khambha Fort

જો કે કોઇપણ ચોક્કસ રૂપે નથી કહી શકતા કે એક રાતમાં ૮૪ ગામોની તમામ વસ્તી કેવી રીતે અદ્રશ્ય થઈ ગઈ ? કોઈએ તેમને જતાં આવતા જોયા નથી તો તે બધા સંપૂર્ણપણે એકજ રાત્રમાં કેવી રીતે અદ્રશ્ય થઇ ગયા?. એવું માનવામાં આવે છે કે તેઓ ગામ છોડતી વખતે શ્રાપ આપતા ગયા કે જે આ ભૂમિ પર વસવાટ કરવાનો પ્રયાસ કરશે તેઓનું મૃત્યુ થશે ! કદાચ આજ કારણથી લોકો શાપ ભૂમિ પર વસવાટ કરવાનો પ્રયાસ કરતાં નથી. સંભવિત છે કે આજ કારણસર પ્રાચીન મોટા ગામ હજુ પણ શા માટે યથાવત પરિસ્થિતીમાં (ભંગાર હાલત ) છે! હાલમાં ક્ષીણ ઈંટો અને માળખાં નોં ભંગાર તમામ દિશાઓમાં વિખરાયેલ જોવા મળે છે અને દરેક વિખરાયેલ, તૂટેલ ઘરોના કાટમાળ સ્મશાનવત શાંતિ સાથે યથા સ્થિતિ માં જોવા મળે છે. હજુ પણ કેટલાક બે માળના ઘરો અખંડ છે જે આવેલ પ્રવાસીયો સમક્ષ કુલધરના લોકોની જીવનશૈલી આબાદ રીતે પ્રગટ કરે છે.આજે પણ આ ગામોનોં ખંડેર હજુ પશ્ચિમી રાજસ્થાન જોઇ શકાય છે અને હવે સરકારે પ્રવાસીઓ માટે આ સાઇટ્સ ને હેરિટેજ સાઇટ ઘોષિત કરેલ છે અને તેને હેરિટેજ સાઇટ તરીકે જાળવી રાખે છે. જો આપ જેસલમેર ની મુલાકાત લેવાનું પ્રયોજન કરતાં હોવ તો થોડા કલાક જરૂરથી આ માટે ફાળવજો અને ઈતિહાસના પાને દફન થઈ ગયેલ એક મહાન વિરાસતની અનુભૂતિ કરવાનું ચુકતા નહીં !! આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ આની નોધ લેવાનું ચૂકી નથી .. સૈફ અલીખન પટોડી ની એજેંટ વિનોદનું કેટલુક શૂટિંગ આ જગ્યા ની પૂષ્ટભૂમિ પર થયેલ છે

Ruins of Khambha Village
Ruins of Khambha Village
Toys
Toys
khambha fort
khambha fort
khambha fort
khambha fort
kuldhara village
kuldhara village
kuldhara village
kuldhara village
kuldhara village
kuldhara village
kuldhara village
kuldhara village
kuldhara village
kuldhara village
kuldhara village
kuldhara village
kuldhara village
kuldhara village
Featured post

मेरा वोह सामान लौटा दो …

मेरा   कुछ  सामान  तुम्हारे  पास  पडाहे  
सावन  के  कुछ  भीगे  भीगे  दिन  रख्खे  हे
और  मेरे   एक  ख़त  में   लिपटी  रात  पड़ी  हे
वोह  रात  लौटादो  ..मेरा  वोह  सामान  लौटा  दो
एक्सोह  सोलह  चाँद  की  रातें  और  तुम्हारे  कंधे  का  तिल
भीनी  महेकी  सी   खुशबु  जुठमुथ  के  शिकवे  कुछ  
जुथ्मुथ  के  वादे  भी  सब  याद  दिलादो
वोह  रात  लौतादो , मेरा  सामन  लौतादो .
एक  अकेली  छतरी  में  जब  आधे  आधे  भीग  रहेथे 
आधे  भीगे  आधे  सूखे , सुखा  तो  मई  ले  आई  हूँ 
गिला  मन  शायद  बिस्तर  के  पास  पड़ा  हे
वोह  भिजवादो  , मेरा  वोह  सामान  लौटा  दो … 
                                              श्री गुलज़ार

Featured post

અદભૂતદ્વીપ કોહ સમુઈ

Koh Samui
કોહ સમુઈ
કોહ સમુઈ

કોહ સમુઈ અધભૂત દ્વીપ! અદભૂત સૌન્દર્ય ! અદભૂત રંગોનો નજારો ! જાણે ઈશ્વરે મનગમતા કલરના દાબડાને અહિજ ઠાલવી ના દીધા હોય ! શાંત સ્વરોની વચ્ચે લહેરતા પવનને માણવો છે ? પામ અને નાળિયેરીના વૃક્ષોના પર્ણો વચ્ચે ઘૂમરાતા પવનના સંગીત ને માણવું છે ? ક્યાક ધૂમિલને ક્યાક લીલી લીલી ધૂપછાવ પ્રસરાવતા ઉન્નત શિખરે ઉભેલા પર્વતોના પગ પખાળતા શાંત, સૌમિલ સમુદ્ર ઉપરથી આંખ હટાવનું ભૂલી જવાયતો ના નહીં ! ધ્યાનસ્થ મુદ્રામાં સ્થિર થયેલ ભૂરા ભૂરા નીરવ નીરની ગમગીન ખામોશીને પીવી છે ? નિરંતર વિસ્તરતા જતાં આકાશને પોતાની બાહોમાં લઈ, તેના રંગે રંગાઈ , પ્યાર મગ્ન થઈ, નૃત્ય કરતાં સમુદ્રના તટ પર તમારી ગમગીની, દુખ-દર્દ ને વિસામો આપવો છે ? રેશમ દોરે બંધાયેલ નાજુક સંબંધોએ જોયેલ સ્વપ્નો ને મૂર્ત સ્વરૂપ આપવું છે ? ઊભરતા સંબંધોની કુપળને જળ સિંચી એને મજબૂત વટવૃક્ષ બનાવવું હોય કે સમય અને સંજોગોની થપાટો વાગવાથી જીર્ણ-શીર્ણ થઈ રહેલા સંબંધોમાં નવા ઉમંગોના રંગો ભરવા હોય , તો આનાથી રૂડું કોઈ સ્થળ ન હોય !

સમુઈ પાસે બધ્ધુજ છે
દેશનો સૌથી સુંદર ટાપુ છે, ચાંદીની જેમ ચળકતી રેતવાળા દરિયાકિનારા, ભાત ભાતના મનલોભાવક પરવાળા, અદભૂત નજારો વિખેરતા સરોવરો, આહલાદક મનોહર ધોધ, આકાશને આંબતા નારિયેળના વૃક્ષો, સ્ફટિકજેવું પારદર્શક જળ. ચમકતા અને દમકતા ભવ્ય રિસોર્ટ્સની શૃંખલા,આંખોને આંજી દેતી રોશની અને પગ ને થીરકવા મજબૂર કરતું ધમાલ મદહોશ કરી દે છે.

કોહ નો અર્થ : આઇલેંડ, ટાપુ
સમુઈ નો અર્થ : સમુઈ નો અર્થ રહસ્યમય છે.સમુઈ નામ , ઘણા એવું માને છે કે મૂઇ નામના વ્રુક્ષના નામ પરથી પડ્યું હોવું જોઇએ ,બીજો એક મત એવો છે કે સબોએ નામના એક ચાઇનીઝ શબ્દનું અપબ્રંશ થઈ સમુઈ થયું હોવું જોઈએ. સબોએ નો અર્થ સલામત સ્વર્ગ થાય છે.
આઇલેંડ નું કદ : આશરે 247 km²
ક્યાં આવેલ છે ? : દક્ષિણ પૂર્વ થાઈલેન્ડ , થાઈલેન્ડ ના અખાતમાં
બેંગકોક થી દૂરી : આશરે 700 km
કુલ વસ્તી : આશરે 500000
મુખ્ય મથક : નાથન

અગત્યના ટેલિફોન નંબર:
પોલિસ : 191
પ્રવાસી પોલિસ : ૦૭૭૪૨ ૧૨૮૧
પ્રવાસી પોલિસ : ૧૧૫૫
ફાયર ડિપાર્ટમેંટ : ૧૦૬
બેંગકોક હોસ્પિટલ : ૦૭૭૪૨ ૯૫૦૦
સમુઈ હોસ્પિટલ : ૦૭૭૪૨ ૧૨૩૨
ઇમિગ્રેશન : ૦૭૭૪૨ ૧૦૬૯

ક્યારે જઈ શકાય ?

વર્ષાઋતુ : ઓક્ટોબર થી  ડિસેમ્બર
ડ્રાઇ સીજ઼ન (હોટ) : જાન્યુઆરી થી સેપ્ટેમ્બર

ડિસેમ્બરથી એપ્રિલ સુધી નો સમય શ્રેષ્ટ સમય ગણાય છે

કેવી રીતે જવાય  :

હવાઈ માર્ગ : મુંબઈ અને દેલ્હી થી સીધી બેન્ગ્કોક માટે ફ્લાઈટ  લઇ ત્યાંથી સમુઈની ડાઇરેક્ટ ફ્લાઈટ મળી શકે છે અથવા

કુલાલમ્પુર,  સિંગાપોરથી અથવા બેંગકોકથી સુરતથાની ની ફ્લાઈટ મળી શકે છે

http://airasia.com

http://www.malaysiaairlines.com/in/en.html

http://www.bangkokair.com/eng

Malaysian Airlines

Local: 1300 88 3000 Malaysia

International: +60 (0)3 7846 3000

Air Asia

Local: 1300 88 99 33Malaysia

Local :18605008000 India

International: +60 03 7884 9000

NOKAIR

http://www.nokair.com
Call Center: 1318

International Call: +662-900-9955

Bangkok Air
Bangkok

Telephone Number: +66 (2) 134 3960 +66 (2) 134 3888

Fax : +66 (2) 134 3895

E-mail : reservation@bangkokair.com

Address : Passenger Main Terminal, Floor 4th, Row F 999 Mu 10, Bangna-Trat Rd., RachaThewa,
Bang-Phli Samutprakan 10540

Office Hour : 04.00 – 00.30 દરરોજ 04.00 – 00.30 રજા ના દિવસે

વધુ માહિતી માટે : વેબસાઈટ:http://www.samuiairportonline.com/

સ્થાન : આ એરપોર્ટ ચેવાંગ બીચ એરિયા થી લગભગ 2 કી.મી જેટલું દૂર છે.

સંપર્ક : ફોન: +૬૬  (૦ ) ૭૭ ૨૪૫૬૦૧ / ૦૭૭ ૪૨૫૪૦૧

વિમાન દ્વારા
કોહ સમુઈ એરપોર્ટ (USM) એક ખાનગી એરપોર્ટ છે અને મૂળ બેંગકોક એરવેઝ દ્વારા બાંધવામાં આવેલ છે. જે હજુ પણ સમુઈ એરપોર્ટના મુખ્ય ઓપરેટર છે. લગભગ દર કલાકે બેંગકોકથી સમુઈની ફ્લાઇટ પ્રસ્થાન કરતી હોય છે જોકે ફ્લાઇટની ટિકિટ ખૂબ મોંઘી છે, અગાઉથી બૂક કરોતો લગભગ 3000-4500 બાહ્ટ વન વે બુકિંગ થાય છે પણ જો વોક ઇન બુકિંગ કરાવો તો બમણી કિમત લાગે છે.
બેંગકોક એર ઉપરાંત, થાઈ એરવેઝની પણ બેંગકોકથી ડાઇરેક્ટ ફ્લાઇટ છે .આ ઉપરાંત કુઆલાલમપુરથી બરજાયા એર દ્વારા દિવસની બે ઉડાન હોય છે

આ ઉપરાંત બેંગકોકના ડોમેસ્ટિક એરપોર્ટ ઉપરથી સુરત થાની એરપોર્ટ (યુઆરટી) દ્વારા પણ સમુઈ જઇ શકાય છે. નોક એર અંને એર એશિયાની ફ્લાઇટ મળી રહે છે જે પ્રમાણ માં ખૂબ સસ્તી હોય છે. સુરત થાનીથી કુઆલાલમપુરની ડાઇરેક્ટ ફ્લાઇટ પણ લઈ શકો છો .

રેલવે દ્વારા: બેંગકોક રેલ્વે સ્ટેશનથી સુરત થાની માટે ટ્રેન ઉપલબ્ધ છે એટલુજ નહીં કોહ સમુઈ જવા માટે સંયુક્ત / બસ ફેરી સેવા પણ ઉપલબ્ધ છે
ટ્રેન દ્વારા સુરત થાની પહોચતા લગભગ 13 કલાકનો સમય લાગે છે બેંગકોકના હુઆ લમ્ફોંગ રેલ્વે સ્ટેશનથી દિવસની 10 ટ્રેન બપોરના ૧૨.૦૦ થી રાત્રિના ૧૦.૫૦ દરમ્યાન. વધુ વિગતો માટે, 1690, 2223 0 7010, 2223 0 7020 કૉલ અથવા કૃપા કરીને મુલાકાત લો http://www.railway.co.th/home/Default.asp?lenguage=Eng

સુરત થાની રેલવે સ્ટેશનથી કોહ સમુઈ જવા માટે બસ અને ફેરી સેવા ઉપલબ્ધ છે.
લગભગ ૫૦૦ થી ૬૦૦ થાઈ બાથ માં સુરત થાની એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનથી કોહ સમુઈ જવા માટે બસ અને હાઇ સ્પીડફેરીની સંયુક્ત ટિકિટ મળે છે. સુરત થાની એરપોર્ટથી ડોનસક પિયેર ફેરી ટેર્મિનલ જતાં લગભગ ૧.૫ કલાકનો સમય લાગે છે જ્યારે રેલ્વે સ્ટેશન થી ૧ કલાકનો સમય લાગે છે.ડોનસક પિયેર થી નાથન પિયેર જવા માટે લોમપ્રયાહ ફેરી નીચે મુજબના સમય પર મળી રહે છે. ઓન લાઇન બૂક કરવા માટે નીચેની વેબસાઇટ દ્વારા થઈ શકે છે

http://www.lomprayah.com/E/booking_buffet_1.aspx

સુરત થાની (ડોનસક પિયેર ) ટુ:કોહ સમુઈ (નાથન પિયેર )
No. Departure Arrival Normal (THB)
1 10:10:00 AM 10:55:00 AM 350
2 4:30:00 PM 5:20:00 PM 350

કોહ સમુઈ (નાથન પિયેર) ટુ સુરત થાની એરપોર્ટ / રેલ્વે સ્ટેશન
No. Departure Arrival Normal (THB)
1 8:00:00 AM 10:30:00 AM 600
2 12:45:00 PM 4:00:00 PM 600

આ ઉપરાંત સિત્રાન ફેરી ડોનસક ટુ કોહ સમુઈ જવા માટે સવારે ૦૬.૦૦ કલાકથી સાંજે ૭.૦૦ કલાક વચ્ચે દર કલાકે ફેરી ઉપડે છે તેજ રીતે સમુઈથી ડોનસક આવવાં માટે સવારે ૫.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક વચ્ચે દર કલાકે ફેરી મળી રહે છે.

કાર રેન્ટલ: અવિસ , હર્ટ્ઝ વિગેરે કંપની  ટોયોટા કાર અને સ્થાનિક કાર ભાડા કંપનીઓ એરપોર્ટ પર ભાડે આપે છે.

સુવિધાઓ: ત્યાં દુકાનો, રેસ્ટોરાં, બેન્કો અને  મની એક્ષચેન્જની સુવિધા પણ છે. પોસ્ટ ઓફિસ, ફાર્મસી,  પ્રવાસન માહિતી અને હોટેલ આરક્ષણ કિઓસ્ક જેવી અન્ય સુવિધાઓ સમાવેશ થાય છે.

પાર્કિંગ: આ ટર્મિનલની  ઇમારતો સામે વિશાળ પાર્કિંગ લોટ છે.

વેબસાઈટ:http://www.samuiairportonline.com/


વીજળી: ૧૨૦ /૨૩૦ વોલ્ટ , ૫૦  હઝ . 

Samui Island Saf

મુખ્ય આકર્ષણો :

ચેવાંગ બીચ :

ચેવાંગ બીચએ સૌથી વધુ પ્રચલિત અને જાણીતો વિસ્તાર છે. આ લગભગ ૬ કિમી લાંબો દરિયા કિનારો છે પાણી સ્ફટિક જેવુ ક્લિયર છે અને અહિયાં હોટેલ અને રિસોર્ટની ભરમાળ છે. અસંખ્ય રેસ્ટોરન્ટસ , બાર , પબ, સ્પા, ડિસ્કોથેક, શોપિંગ એરિયા થી ભરપૂર છે. સૌથી મહત્વનુ તો એ છે કે આ વિસ્તાર નાઇટ લાઇફ માટે સૌથી વધુ જાણીતો છે. આ દરિયા કાંઠો છીછરો છે તેથી વોટર સ્પોર્ટ્સ માટે પણ ખૂબ અનુકૂળ છે.અને નાના બાળકો વાળા કુટુંબ માટે ખૂબ અનુકૂળ છે.

Chewang Beach at Koh Samui

કોરલ કોવ :

ચેવાંગ બીચ અને લામાઈ બીચની વચ્ચે નાનકડો બીચ આવેલ છે . આ એરિયા સ્નોર્કેલીંગ માટે ખુબજ પ્રસિદ્ધ છે અહિયાં પર્વત ઉપર કેટલાક રિસોર્ટ આવેલ છે જ્યથી ચેવાંગ બીચ નું આહ્લાદક દ્રશ્ય દેખાય છે

લામાઈ :
લામાઈ એ ચેવાંગ પછી સૌથી વધારે પ્રચલિત બીચ છે અને લગભગ ૪કિમી માં પ્રસરેલ છે. આ બીચ ગ્રાન્ડ ફાધર અને ગ્રાન્ડ મધર રોક માટે સૌથી વધુ વિખ્યાત છે આ વિસ્તાર પણ હોટેલ, રેસ્ટોરન્ટ , પબ, સ્પા, બાર અને નાઇટ લાઇફ થી ભરપૂર છે.

Grand father and Grand mother Rock at Koh Samui

હુઆ થાનોન :
લામાઈથી દક્ષિણે લગભગ 10મિનિટના ડ્રાઇવ પર આવેલ છે. સમુઈ અકવેરિયમ અને બટરફ્લાઇ ગાર્ડન પણ અહી આવેલ છે .
આ ખુબજ શાંત અને આહલાદક જગ્યા છે. અહીથી નજીક માં આવેલ નાના નાના આઇલેંડ જેવાકે કોહ ટન અને કોહ મત્સુમ નો અદભૂત નજારો માણવા મળે છે . આ જગ્યા પર સુંદર મજાનાં રેસોર્ટ્સ અને હોટેલ્સ આવેલા છે. અહી નાઇટ લાઇફ નો સમૂળગો અભાવ છે પરંતુ જેને કુદરત તેના અનોખા રંગ માં માણવી હોય તો આ શ્રેષ્ટ જગ્યા છે

નાથોન બીચ
અભાવ છે પરંતુ જેને કુદરત તેના અનોખા રંગ માં માણવી હોય તો આ શ્રેષ્ટ જગ્યા છે

બંગ કાઓ :

આ પણ કોહ સમુઈની દક્ષિણ દિશામાં આવેલ છે. સીધી હરોળમાં જાણે નાના નાના ટપકાની હાર કરી હોય તેવું મનલોભવન દ્રશ્ય ખડું થાય છે. અહિયાં સુપ્રસિદ્ધ લેમ સોર છેડી (પેગોડા) ભગવાન બુદ્ધ નું મંદિર આવેલ છે . આ ઉપરાંત પ્રાઇવેટ વિલા અને ખુબજ સુંદર રેસોર્ટ્સ, શાંત અને પવિત્ર વાતાવરણને માણવા અને મનની શાંતિની અનુભૂતિ કરવા આ શ્રેસ્ટ સ્થળ છે. સમુઈ બટરફ્લાઇ ગાર્ડન અને સમુઈ અક્વૈરિઅમ (માછલી ઘર ) ખુબજ નજીક છે અને લામાઈ ના શોપિંગ એરિયા અને નાઇટ લાઇફ લગભગ 15 મિનિટ ના અંતરે આવેલ છે

The Leam Sor Chedi
The Leam Sor Chedi

તલિંગ નગમ:

સમુઈના દક્ષિણ-પૂર્વ કાંઠા તરફ આવેલ છે. આ બીચ તેના નૈસર્ગિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. અહીથી નજીક આવેલ આઇલેંડના ભવ્ય નજરાના દર્શન થાય છે
સ્નોર્ક્લિંગ કરવા વાળા માટે જાણે પરવાળાના ટાપુ સ્વર્ગ સમાન છે અને તે ખૂબ નજીક આવેલ છે. અહિયાં પણ જમવા માટે રેસ્ટોરન્ટની ભરમાળ છે અહીથી નાથન લગભગ 20 મિનિટના અંતરે આવેલ છે. જ્યારે લામાઈ અને ચેવાંગ બીચ લગભગ 30 મિનટના અંતરે આવેલ છે

Taling Ngam

લીપા નોઇ :

આ બીચ સનસેટ બીચ તરીકે પણ પ્રખ્યાત છે. અત્યંત શાંત અને નૈસર્ગિક બીચ પિયેરથી લગભગ 5 મિનિટ ના અંતરે આવેલ છે . જેમને ભીડથી દૂર અને શાંતિ નો અહેસાસ કરવો હોય અને કુદરતે ને નૈસર્ગિક સ્વરૂપમાં માણવી હોય તથા સૂર્યાસ્ત ના દ્રશ્ય ને માનભિરી ને પીવું હોય તો આ શ્રેસ્ટ સ્થાન છે.

Lipa Noi

નાથોન:

નાથોન આ કોહ સમુઈ નું મુખ્ય મથક છે. અહી બૅન્ક, પોસ્ટ ઓફિસ , રેસ્ટોરન્ટ, દુકાનો અને શોપિંગ એરિયા આવેલ છે. ફેરી નું મુખ્ય મથક હોવાથી અહી ચહલ પહલ ઘણી રહે છે થાઈલેન્ડથી સમાનની હેરફેર પણ અહીથીજ થાય છે . સુરત થાની, કોહ તાઓ, કોહ ફાંગન અને અન્થોંગ નેશનલ મરીન પાર્ક જવા
માટેની ફેરી પણ અહીથીજ મળે છે।

Nathan Beach at Koh Samui

આ ઉપરાંત અહિયાં બંગ પો , માએ નામ , બિગ બુદ્ધ, બો ફૂટ અને ચોએંગ મોન જેવા પ્રખ્યાત બીચ અહી આવેલ છે . માએ નામ તેના સુંદર બીચ માટે પ્રખ્યાત છે. આ જગ્યા નાના બાળકો વાળા કુટુંબો માટે આદર્શ સ્થળ છે કેમકે અહી દરિયા કિનારો શાંત અને છીછરો હોવાથી સ્નાન કરવાની અનુકૂળતા વધારે રહે છે . કોહ તાઓ માટે સ્પીડ બોટ અહીથી દરરોજ ઉપડે છે

બિગ બુદ્ધ બીચ ઉપર આવેલ 12 મીટર ઊંચા બુદ્ધની મુર્તિ મનોહર દેખાય છે. આ બીચ ઉપર બધુજ ઉપલબ્ધ છે જેમકે શોપિંગ,રેસ્ટોરન્ટ, રેસોર્ટ્સ,દરેક બજેટને અનુરૂપ હોટેલ્સ થી લઈને ઇંડિયન રેસ્ટોરન્ટ અહી મળી રહે

જોવા લાયક સ્થળો :
વાટફ્રા યાઈ અને બિગ બુદ્ધ :

Big Budhha

કુનરમ ટેમ્પલ :

Mummified Monk

કોહ-સમુઈ સનસેટ :

Koh_Samui_Sunset

વાટ પ્લાઈ લેમ ટેમ્પલ:

વાટ પ્લાઈ લેમ ટેમ્પલ

વાટ પ્લાઈ લેમ ટેમ્પલ
વાટ પ્લાઈ લેમ ટેમ્પલ
વાટ પ્લાઈ લેમ ટેમ્પલ
વાટ પ્લાઈ લેમ ટેમ્પલ

“પ્રાણા રેસોર્ટ્સ, બોહ ફૂટ:

“પ્રાણા રેસોર્ટ્સ, બોહ ફૂટ
કયૂ સિગ્નેચર રિસોર્ટ
કયૂ સિગ્નેચર રિસોર્ટ
કયૂ સિગ્નેચર રિસોર્ટ

કયૂ સિગ્નેચર રિસોર્ટ
વોટર ફોલ અને ટાઇગર ઝૂ

વોટર ફોલ અને ટાઇગર ઝૂ
વોટર ફોલ અને ટાઇગર ઝૂ
લામાઈ બીચ
નાથન બીચ
નાથન બીચ
વાટ પ્લાઈ લેમ ટેમ્પલ

બુદ્ધ ફૂટ પ્રિન્ટ :

બુદ્ધ ફૂટપ્રિંટ

બુદ્ધ ફૂટપ્રિંટ :

કિરી વોંગ કરમ ટેમ્પલ :

કિરી વોંગ કરમ ટેમ્પલ
ચાઇનીઝ ટેમ્પલ
Featured post

“પપ્પા..તમે મારો હાથ પકડીલો..”

સવાર નો સમય હતો , ખુશનુમા ભર્યું વાતાવરણ હતું , વસંત પુર બહાર માં ખીલેલી હતી …કોમલ હૃદય નો પિતા તેને ઉગાડેલ , સિંચેલ અને કળી સી કોમળ, દીકરીને લઇને છેલા શ્વાસ લઇ રહ્યો હોય તેવા પૂલ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેને તેની લાડલી ને કહ્યું “બેટા તું મારો હાથ બરોબર પકડીલે જેથી તું આ વહેતી નદીમાં પડી ના જાય” . તેની લાડ્લીયે પ્રેમથી ના કહેતા તેના વહાલા પપ્પા ને કહ્યું ના એમ નહિ ! તમે મારો હાથ પકડીલો..બેટા બંને એકજ છેને હું તારો હાથ પકડું કે તું મારો હાથ પકડે ! દીકરી એ કહું “ના મારા વહાલા પપ્પા એમાં ઘણો મોટો ફરક છે ” મેં આપનો હાથ પકડ્યો હોય અને કદાચ જો મને કઈ થઇ જાય તો શક્ય છે કે હું તમારો હાથ છોડી દઉં પણ મને ખાતરી છે કે જો તમે મારો હાથ પકડ્યો હશે તો હું વિશ્વાસ સાથે કહી શકું કે આપ ગમે તેવી પરિસ્થિતિ માં પણ કદીયે મારો હાથ નહિ છોડો ”

જીવન ને શ્રેષ્ટ રીતે માણવાનો એક સરળ ઉપાય એ છે કે જેને ચાહતા હોવ તેને ભરપુર હુંફ આપજો અને વિશ્વાસ આપજો કે સદા તમે તેની સાથે છો.
શ્રદ્ધા,વિશ્વાસ અને હુંફની સુગંધ વગરના સંબંધો વિલાયતી ગુલાબના ફૂલ જેવા હશે જે દેખાશે તો ખુબસુરત પણ તેમાં તેની જાણીતી સુગંધ નહિ હોય. સંબંધ એ બંધન નથી પણ બે હૃદય નું એક મેક માં ઓતપ્રેત થઇ જવું છે

Featured post

લે ચલા જાન મેરી રૂઠ કે જાના તેરા …

પ્રિયે ,

આમ તો હતા વર્ષાઋતુના દિવસો ને અમને આશ હતી છત્રી તળેય ભીંજાવાની…ગોરંભાએલ આકાશે પહેલા વરસાદને માણવાની…અમને આશ હતી કે આજતો…એ બારે મેઘ ખાંગાં થઈ ને વરસશે ..આજ આશ હતી કે અમારા રોમે રોમ વરસાદી વાતાવરણ ને માણશે પણ તેને ક્યાં આપણું માનવાની ટેવ છે એતો એમના મન નો રાજા છે વર્ષે ત્યારે મન ભરી ને અને ભીંજવે પણ મન ભરી ને! અને ના વર્ષે ત્યારે … ત્યારે.. બસ આમજ …હવે તો કોણ જાણે ક્યારે વસંત બેસશે મારા આંગણે …હવે કોયલ ના કુંજન તો સ્વપ્ન ? આમતો એમનું હ્રદય કોરું નહતું ! ભીનું ભીનું ..અરે વર્ષાદી ઉન્માદ જેવું. આમતો તે પણ લાગણીભીના ને નીતરતા હતા પણ આજ દીસતા હતા ઓલા સુકા સરોવર જેવા ! કોણ જાણે કયા સૂર્યએ એમને આમ સૂકવી નાખ્યા હશે ! રખે સમજતા કે તેઓ સુકાઈ ગયા હતા ! ના તેતો હતા ભીના પણ આજ તેમના હ્રદય મંદિર ની ઘંટડીયો રણકતી નહતી..આજ તેમના નયનો માં તરસ નહતી ..આજ તેમના નયનો ભીના હતા પણ લીલા નહતા . આજ તેમનું અસ્તિત્વ હમેશની જેમ…મલ્હાર નહોતું ગાતું, આજ મારૂ અસ્તિત્વ છોલતું હતું ..ચારેકોરથી અંદરથી અને બહારથી .. કયાં કલ્પ્યું હતું ઊગતા પ્રભાતે આમ અચાનક અંધકાર છવાઈ જશે ! એમણે તો એમના સર્વસ્વ ને મારાથી એક ઝાટકે અલગ કરી દીધું…મારૂ અસ્તિત્વ નંદવાઇ ગયું. હું કપાયો, છોલયો , મારા ભીતર થી.
આજ કોઈ કારણ હતું ? ના કદાચ ન હતું ! એક કારણ આપવા નું પણ મુનાસીબ ન માન્યું ? અરે કહેવા નું પણ મુનાસીબ ના લાગ્યું ? તું ઈશ્વર તો નથી કે મારી એક ભૂલ પણ ના માફ કરી શકે ? બસ હજુ તો હમણાજ મારા હૃદય મંદિરે ટહુક્યા હતા ! હું સમજી નથી શકતો કે આપનું આવવાનું પ્રયોજન શું હતું ? જો જવુજ હતું તો આવ્યા શું કામ ? લે ચલા જાન મેંરી રૂઠ કે જાના તેરા

મને યાદ આવી ગઈ ગુલઝાર સાહેબની કવિતા ની કડી:

एक अकेली छत्री में जब आधे आधे भीग रहेथे
आधे भीगे आधे सूखे , सुखा तो मै ले आई हूँ
गिला मन शायद बिस्तर के पास पड़ा हे
वोह भिजवादो , मेरा वोह सामान लौटादो …श्री गुलज़ार

યાદ છે તમને ? તમે તો મને ઓલી મનોજ્ઞા ની કવિતા સંભાળવતા ને પૂછતા
મારા વરસાદ ને લાગે જો એકલું
તો તારો વરસાદ જરી આપશે ?
પાછો દેતા રાખી લઉં થોડો
તો કેટલો લીધો કેમ માપશે ?
ને તે દી મે તમને કહ્યું તું કે
છોડ તારો વરસાદ ને મારો વરસાદ
ચાલ ભીંજાઇ યે સાથ સાથ..માં
ને તે દી તમે વર્ષી ગયા સાવ અચાનક મુશળધારે , ધોધમાર ને નવલખ ધારે ..ધરા ની તરસ ને બુઝાવાં જેમ વાદળ વર્ષે તેમ! મારૂ અસ્તિત્વ પૂછી ઊઠતું કે આ વાદળ વર્ષે કે તું ? ને આપણાં હ્રદય ગાઈ ઉઠતાં મલ્હાર
ત્યારે તમારું અસ્તિત્વ મારા વહાલે ભીંજાઇ ને તુષાર શુક્લા ના ગીતડાં ગાતું કે
ઓરડામાં વહાલાં ને આકાશે વાદળ
હું કેમ કરી ને કોરપ ને જાળવું ?
અંદર હું જવું કે ઉંબરે ભીંજાઉ
મારે કોના કોના થી સંભાળવું ?
અને બસ આમ અચાનક અંત આવશે આપણાં સંબંધો ! કલ્પના પણ ના હતી પણ હવે જમીની હકીકત છે ! સાચું કહું ! મનડું તો સઘળું ભૂલવા તૈયાર નથી પળે પળે યાદ કરાવે છે ! અરે ભુલેછેજ ક્યાં ! મન સ્વીકારવા તૈયાર નથી ! ક્યાંથી હોય ! પણ હકીકત ને કોણ બદલી શકે ! ના હવે બદલવું પણ નથી, જરા પણ નહિ, અહ્ન ના, ના , જરાય પણ નહિ. એટલે નહિ કે મારો ઈગો ઘવાયો છે.. ના જરાય નહિ !એવું પણ નથી કે મારા આત્મસન્માન ને ઠેસ નથી પહોંચી, પહોચી છે, ગહેરી ચોંટ પહોચી છે , ઘાતક ચોંટ પહોચી છે , જબરજસ્ત અસર થઇ છે ! પણ આમ છતાં એક બીજું પણ કારણ છે અને તે એ કે તમે ખુશ છો, બહુજ ખુશ છો . હું ખુશ છું તમને ખુશ જોઈ ને ! પ્રમાણિકતા થી કહું તો ખુશ રહેવાનો મારો ભરપુર પ્રયાસ છે !મને આશા છે કે આ સુખ ને હું લંબાવી શકીશ …ના હવે હું મને હેરાન નહિ કરું , ના તમને પણ નહિ ! કેમ કે હું ખુશ રહેવા નો પ્રયત્ન કરી રહ્યો છું ! આમ જુઓ તો મારી પાસે ઘણું ભાતું છે આ જીવન ખુશ રહેવા માટે ! આપની સાથે ગાળેલી એક એક પળ મારી ભાવી ખુશી નો આધાર બની રહેવાની છે, કેટલા મધુર દિવસો હતા ! આપણાં સહવાસ ના ! અને એ મધુરતા મારી શક્તિ બની રહેશે ! આ જિંદગી સુધી .. મારી ખુશી ! જવાદો મારી ખુશી ની વાત ! એતો બિચારી એનું મન માનવી લેશે , મનાવું પડશે . ઉપાયજ ક્યાં છે ! કયાંક વાતાવરણ માં ગુંજતી આબિદા પરવીન ના ઘૂંટાયેલા ભીના ભીના કંઠે દિલથી ગાયેલી અને જન નિસાર અખ્તરે લખેલ ગઝલ મારા દિલ ની વાત કહી રહી હોય એવું લાગે છે …
આહટ સી કોઈ આયે તો લગતા હે કી તુમ હો …
સાયા કોઈ લેહરાય તો લગતા હે કી તુમ હો
જબ સાખ કોઈ હાથ લગાતે હી ચમન સે
શરમાય , લચક જાયે તો લગતા હે કી તુમ હો ….
રસ્તેકે ધુન્ધાલકે મેં કિસ મોડ પે કુછ દુર…..
એકલોસી ચમક જાયે તો લગતા હે કી તુમ હો
સંધાલ સી મહેકતી હુઈ ફૂરકેફ હવા કા
ઝોકા ટકરાયે તો લગતા હે કી તુમ હો
ઓઢે હુએ તારોકી ચમકતી હુઈ ચાદર
નદિયા કોઈ બલખાયે તો લગતા હે કી તુમ હો
જબ રાત ગયે કોઈ કિરણ મેરે બરાબર
ચુપચાપ સે સો જાયે તો લગતા હે કી તુમ હો

Featured post

પ્રેમ શું છે?

પ્રેમ શું છે?

પ્રેમ દરેક માનવીનું જીવનરક્ત છે. તે વિના માનવ જીવન પૃથ્વી પર અથવા બ્રહ્માંડમાં અશક્ય છે. તે અન્ય માનવીઓના સંદર્ભે લાગણીનું મજબૂત હકારાત્મક બંધન છે.

તેથી પ્રેમ શું છે?

સેન્ટ ઓગસ્ટિન કહે છે, “પ્રેમ કામચલાઉ ગાંડપણ છે. તે ભૂકંપની જેમ ફાટી નીકળી અને પછી શાંત પડી જાય છે.. અને જ્યારે તે શાંત થઈ જાય છે ત્યારે તમારે નિર્ણય પર આવવું પડશે , શું તમે ખરેખર એકબીજામાં ભળી ગયા છો ? એકરૂપ થઈ ગયા છો ? અને જ્યારે તમે પણ એક ભાગ છો તે માનવું પણ અકલ્પ્ય થઈ જાયતો માનજો કે આ તો પ્રેમ છે ! પ્રેમ. શ્વાસ નથી, તે ઉત્તેજના નથી, તે શાશ્વત ઉત્કૃસ્ટ વચનોની ઘોષણા નથી. એ તો માત્ર “પ્રેમ” છે અને ત્યારે કોઈ પણ સહમત થશે કે હા પોતાને પ્રેમ છે ! જ્યારે આપણું પ્રેમમાં હોવું ભસ્મીભૂત થઈ જાય અને જે હવે બાકી બચે , તે પ્રેમ છે ! અને આ કળા અને નસીબદાર અકસ્માતનો સૂભગ સમન્વય છે. ”

કેટલાક લોકો પ્રેમ વિશે અલગ મત ધરાવે છે. તેઓ માને છે કે પ્રેમએ ફક્ત કોઈ પણ જાતના લાભની કે લોભની અપેક્ષા વગરનું બીજી વ્યક્તિ તરફ વધારાનું વાંછીત કે આપણાં તરફનું સામેનાનું સમર્પણ માત્ર છે. તેઓ માને છે કે પ્રેમએ આગ પર સુયોજિત મિત્રતા છે.

જ્હોન તરરાન્ત, પેસિફિક ઝેન ઇન્સ્ટિટ્યુટ, ફોનિક્સ માં સિનિયર ફેકલ્ટી નિયામક અને ડેઝર્ટ લોટસ ઝેન સંઘમાં સિનિયર શિક્ષક છે, તે પણ આ સાથે સહમત છે અને કહે છે, “ધ્યાન એ પ્રેમનું મૂળભૂત સ્વરૂપ છે; તે મારફતે આપણે સુખી અને સંપન્ન છીએ. ”

નિકોલસ સ્પાર્ક્સ સમજાવે છે કે “પ્રેમ એ શયન સમયે બોલાતા ત્રણ શબ્દોથી કઇંક વિશેષ છે. પ્રેમએ આપણે દરરોજ એકબીજા માટે નિષ્ઠા, સમર્પણ અને પ્રતિબદ્ધતાપૂર્વક કરતાં કર્મોં દ્વારા વિકસે અને પલપે છે”

પરંતુ દરેક ઉપ્લબ્ધ માહિતી અને જાણકારી જોઈ ગયા પછી લાગે છે કે , માનવ અસ્તિત્વ પાછળ નું સૌથી મહત્વનું, માત્રને માત્ર જો કોઈ સ્વીકાર્ય અને સંતોષજનક પરિબળ હોય તો તે પ્રેમ છે. પ્રેમ એ શાશ્વતતાનું પ્રતિક છે , પ્રેમ એ અમર છે.સમય ભાનને પણ મિટાવી દે છે. તે શરૂઆતની યાદો ને મમળવતો પણ નથી. એટલુજ નહી, પણ અંતના બધાજ ભયનો સંપૂર્ણ વિનાશ કરે છે…

Featured post

મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર!

મધમધતી જલેબી ને ઊંધિયા નો આસ્વાદ    

તલની સોડામદાર સુખડી અને મગફળીની મીઠી ચિકી..

ઉપર  માંની મીઠાસ નો વઘાર !

ઝાલર નો રણકાર અને બ્યુંગલનો નાદ 

એ…કાપ્યો છે…ના મિત્રોના પોકાર .

મિત્રોને સંગ અને મિજબાની ને રંગ 

આજ ઉજવીએ ઉત્તરાયણ નો તહેવાર 

આપને પણ મુબારક આ તહેવાર 

Featured post

ફક્ત ૧ મિનીટ , વિભાજન ની વેદના સમજવા એક મિનીટ જોઈએ છીએ ! આપશો ?

ભારત ના ભાગલા , ભારત નું વિભાજન …અતિ દુઃખ દાયક ઘટના …વિભાજન શબ્દ સંભાળતાજ ખિન્નતા , દુઃખ , દર્દ , ક્ષોભ , અસંતોષ અને  ક્રોધની ભાવના પ્રજવળી ઉઠે છે.. આજે પણ ભારતના સામાન્ય નાગરિકથી લઇ નેતા ગણ સુધી કોઈને પણ સ્વીકાર્ય નથી છતાં વરવી હકીકત એ છે કે એ સ્વીકારવા પડ્યા છે , સ્વીકારવા પડશે , ઉપાયજ ક્યાં છે ? પણ એક યક્ષ પ્રશ્ન હજુ પણ અનુત્તર છે અને તે કે આ વિભાજન માટે કોણ જવાબદાર છે ? કોઈ એક વ્યક્તિ ?, કોઈ એક નેતા ? મહા નેતા ? રાષ્ટ્ર નેતા ? રાષ્ટ્ર પિતા ? વિદેશીઓ ?  સમાજ ?  કોણ ? કોણ છે આ માટે જવાબદાર ? આ પ્રશ્ન નો એક જવાબ ના કોઈ આપી શક્યું છે ના કોઈ આપી શકશે ! ૬૪ વર્ષ પછી પણ આ પ્રશ્ન  અનુત્તર છે ! ચાલો આજ આપણે આ પ્રશ્ન નો જવાબ મેળવવા સહિયારો પ્રયત્ન કરીએ ! કદાચ એ જવાબ મળી જાય ! કદાચ એ જવાબ થી ઘણા નજીક આપણે પહોચી શકીએ ! કદાચ આ પ્રશ્ન નો જવાબ ના પણ મળે  ? પ્રયત્ન કરી શકીએ ! હા એક મિનીટ જરૂરથી આપી શકીએ ! દેશ માટે ? દેશાભિમાન માટે ?  આપણા સંતોષ માટે ! આપણી તસ્સલી માટે !  આવો  જોડવ  એક  સહિયારા પ્રયાસમાં , આજેજ , અત્યારેજ , હમણાજ એક મિનીટ ! ફક્ત એક મિનીટ!

Featured post

હું પ્રાર્થના ….( ભાગ – ૨ )

માફ કરજો મને આપની સાથે વાત કરે ઘણો સમય  થઇ ગયો પણ ચાલો ભગવાનનો આભાર કે આજે આપને ફરી મળી શક્યા છીએ. જુઓને આમતો મારે ઘડીની નવરાશ નહી ને પાઈ ની પેદાશ નહી તેવી વાત છે ! તમારી ઢગલાબંધ, ગણી ગણાય નહી ને તોય મારા આભલા માં માય નહી તેટલી અરજો ,સંદેશાઓ ઈશ્વર પાસે લઇ જાવ છું પણ એક ઝાટકે તે બધી કચરા ટોપલી માં નાખી દે છે. માંડ ક્યારેક એકાદ વાચતા હોય તો ! ઘણી વખત હું પરમાત્માને કહું કે તમે આમ ને આમ જો બધી અરજો કચરા પેટી માં નાખતા રહેશો તો એક દિવસ તમે બનાવેલા તમને  બનાવી દેશે ! આ સાંભળી ત્રિલોકના નાથ અટહાસ્ય કરતા કરતા બોલ્યા તું સાચી છે તેમને પ્રયત્નો આદરી દીધા છે ! મારા બેટા મને માત કરવાની કોશિશમાં લાગી ગયા છે ! તને ખબર છે ! તેમને મારા સર્જન ની પ્રતિકૃતિ પણ બનાવી દીધી છે ! પણ હજુ તેવો , ઘણી બાબત એવી છે, તે હજુ નથી સમજી શકતા !  મેં તેમની વાતમાં સુર પુરાવતા તેમને યાદ કરાવ્યું કે ૧૬મી સદીમાં તમારા નામે યુરોપમાં પાદરીઓ પૈસા લઇ સ્વર્ગમાં પ્રવેશનું પ્રવેશ પત્ર આપતા હતા ! અને આજે પણ ભારતમાં કહેવાતા સાધુ સંતો સંસાર અસાર છે ની વાતો કરતા જાય છે અને સંસારના લાભો ભોગવતા જાય છે અને પેલી વાર્તા ના વાંદરાની જેમ લોકો ને તમારા નામે લડાવતા જાય છે અને બને બાજુથી લાભ લેતા જાય છે  !  આવા લંપટ ને ઉઘાડા શામાટે પાડતા નથી ? એતો ઉઘાડાજ છે, તકલીફ એ છે કે બીજા બધાની આંખો બંધ છે ! મારા ચેતવ્યાય ચેતતા નથી !  મેં પુનઃ મૂળ વાત પર આવતા  કહ્યું કે “સાચી વાત છે.  મેં પૂછ્યું ” શું તમને આ વિજ્ઞાનીકો ની ઈર્ષા થાય છે ? ”  મારા પ્રાણેશ્વરએ સ્પષ્ટતા કરતા કહું કે  “ના એવું નથી , મારા બધા વિસર્જનમાં પણ સર્જન રહેલું હોય છે અને તેમના ઘણા સર્જનમાં પણ વિસર્જન રહેલું હોય છે”  આ લોકો સમજ વગર આડેધડ સર્જન કરે છે એને મારે સમતોલ કરવા વિસર્જન કરવું પડે છે અથવાતો નવસર્જન કરવું પડે છે ! મેં પ્રશ્નોનો મારો ચલાવતા પૂછ્યું , તમે શા માટે મહાપ્રલયો રોકતા નથી ? શા માટે મોટી મોટી દુર્ઘટના થવા દો છો ? શ્રી હરી સ્પષ્ટતા  કરતા અંતર ધ્યાન થઇને બોલ્યા “આ દુર્ઘટના ટાળવા મેં યથાર્થ પ્રયત્ન કર્યાં છે” આ ના છૂટકે લીધેલું પગલું છે ! કદાચ મોડું થાત તો વધારે હાની સર્જાઈ હોત !

વાત નો દોર  પૂનઃ હાથ માં લેતા મેં ફરી યાદ કરાવી ને પૂછ્યું ” હવે પ્રભુ એતો કહો કે તમને કેવા સંદેશ ગમે ?”  અવિનાશે કહ્યું “એક પણ એવી અરજ નથી કે જે ખરા હૃદયથી પોકારી હોય અને મેં ન સાંભળી હોય ! પણ તેમની અરજ માં , તેમની પ્રાર્થના માં , શું માંગે છે ખબર છે ? તેમને સુખ નથી જોયતું તેમને ફલાણા કરતા વધારે સુખ જોયે છીએ ! તેમને પડોશીની નવી ને નવી ગાડી ને અકસ્માત કરાવી દેવો છે ! તેમને બીજાની પત્ની ને પોતાની કરવી છે ! તેમને પોતાની કંપની ને નફો કરતી કરવા કરતા બીજાની કંપની ને નુકશાન કરવામાં વધારે રસ છે ! શું સાંભળું ? કોનું સાંભળું ?”
 આમ આપ લોકો પ્રાર્થનાના નામ પર આપની વાસના પૂર્તિ ઈચ્છો છો અને ફરિયાદ કરો છો કે અમારી પ્રાર્થના મહાદેવ સાંભળતા નથી ! પણ ક્યાંથી સાંભળે ?  સાંભળવા જેવું કંઈ હોય છે ખરું ? બીજી એક તકલીફ એ છે કે આપને સુખમાં પરમેશ્વર યાદ આવતા નથી અને દુખમાં ભૂલાતા નથી !  સંત કબીરે સાચેજ કહ્યુંછે કે

सुखमे सुमिरन न किया दुखमे किया याद
कह कबीर ता दास की, कौन सुने फरियाद !
લાખો અને કરોડો લોકો મારા દ્વારા દરરોજ આદિપુરુષને  પોતાનો સંદેશ પહોચાડે છે પરંતુ આમાંથી થોડાજ નસીબદાર લોકો હોય છે કે જેમનો સંદેશ ભગવાન સાંભળે છે ! આ સમજવું ઘણું જરૂરી છે લાખો અને કરોડો લોકોમાંથી ફક્ત થોડા નસીબદાર કેમ સફળ થાય છે ? શું કારણ છે કે બાકીનાની  અરજ કચરા ટોપલીમાં જાય છે ? કારણ એ છે કે લોકો ખોટી મનો દશામાં મહાપ્રભુ ને યાદ કરેછે .જયારે સુખી હોય ત્યારે ભગવાન યાદ નથી આવતા પણ જયારે દુખી હોય ત્યારે પરબ્ર્હમ યાદ આવે છે .આજ કારણ છે કે તેમની ફરિયાદ નો યોગ્ય પ્રતિસાદ મળતો નથી . દુખ નો સ્વભાવ પરમાત્માના સ્વભાવથી ઉલટો હોય છે
ઈશ્વરએ પરમ આનંદ છે, સચિદાનંદ  છે. જયારે દુખ નો મતલબ છે કે ઈશ્વરની તરફ પીઠ કરીને ઈશ્વર ને શોધવા ! આમ જુઓંતો તમે દુખમાં છો તેનું કારણ  એજ છે કે તમે ઈશ્વર તરફ પીઠ કરી લીધી છે ! ઈશ્વર તરફ પીઠ રાખીને શોધવાના બધાજ પ્રયત્ન વ્યર્થ છે . ગમે તેટલા પ્રયત્ન કરો ગમેતેટલી શ્રદ્ધાથી, ગમેતેટલા વિશ્વાસથી , ગમેતેટલા ખંતથી પ્રયત્ન કર્યા હોય પણ જ્યાં સુધી ઈશ્વર તરફ પીઠ રાખીને શોધશો ત્યાં સુધી તેમને શોધવા અસંભવ છે . આતો એવી વાત છે કે તમારે અમદાવાદ જવું છે અમદાવાદ જવાના રસ્તાનો નકશો આપની પાસે છે પરંતુ  નકશા ઉપર વડોદરા ને બદલે  અમદાવાદ લખેલ છે  હવે તમે ગમે તેટલા પ્રયત્ન કરો , ગમે તેટલી ધીરજ રાખો , ગમે તેટલું  પોજીટીવ વલણ હોય પણ તમે પહોચશો તો વડોદરા કેમકે કહેવતો અમદાવાદનો નકશો  હકીકતમાં વડોદરાનો છે  દુઃખમાં તમાર બધાજ પ્રયત્નો ઈશ્વર સુધી પહોચવાના વ્યર્થ છે કેમકે દુખ માં તમે ઈશ્વરને યાદતો  કરો છો કે જેથી તમારા દુખ દુર થાય આમ જુઓં તો આ યાદ નથી પણ દૂખ દુર કરવાનો કે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે જયારે તમે દુખ માં ઈશ્વરને યાદ કરો છો તે ઈશ્વરની યાદ નથી પણ સુખની યાદ છે, સુખ મેળવવા ભગવાન ને યાદ કરો છો અને જયારે સુખ મળીજાય છે ત્યારે યાદ નથી આવતા કેમકે સુખ છે એટલે કસાય ની જરૂરત ક્યાં રહી ? આપણે દુ:ખ ની વ્યર્થતાની તો ખબર છે પણ સુખની વ્યર્થતા જે સમજી જાય છે તે સન્યાસી થઇ શકે છે. દુ:ખ બધા છોડવા ઈચ્છતા હોય છે પણ સુખ છોડવાની તત્પરતા વાળાની પ્રાર્થના ઈશ્વર સાંભળે છે કેમકે આ પ્રાર્થનામાં રુદન નહી હોય , આ  પ્રાર્થનામાં આંસુ નહી  હોય, આ પ્રાર્થના માં સુખની માંગ નહી  હોય , આ પ્રાર્થના ભિખારીની નહી  હોય પણ આ પ્રાર્થના સમ્રાટ ની હશે કેમકે જેને સુખની ખેવના ના હોય તે સાચેજ સમ્રાટ છે. આમતો બધા સંત પુરુષો કહી ગયા છે કે કોઈ પણ જાતની અપેક્ષા ના રાખો. પ્રાર્થના દ્વારા માંગશો પણ નહી .ઈશ્વરમાં શ્રદ્ધા રાખો જે મળવાનું છે તે માળશેજ . આપણે માંગીને ઘુમાંવીયે છીએ. જેટલું વધારે માંગીએ તેટલું ઈશ્વર ઓછું આપે છે અને જેટલું ઓછું મળે તેટલી આપણી મેળવવાની ઇરછા વધતી જાય છે . અને જેટલી મેળવવાની ઇરછા વધતી જાય છે તેટલી મળવાની સંભાવના ઘટતી જાય છે . આનાથી ઉલટું છે જેટલું તમે ઓછું માંગો અથવા ના માંગો તો સામેથી મળે છે . કહેવત છે કે ના માંગ્યું દોડતું આવે !અને જયારે આપણને આ સમાજ માં આવી જાય ત્યારે પ્રર્થાનામાંથી માંગણ વૃતિ નીકળી જાય છે
પણ યક્ષ પ્રશ્ન  એ છે કે જયારે કોઈ દુ:ખી હોય ત્યારે માંગ્યા વગર  પ્રાર્થના કેવી રીતે કરી શકે ? દુઃખનો સ્વભાવ  સંકોચાવાનો છે જયારે આપણે દુ:ખી હોયે ત્યારે આપણે સંકોચાતા હોયે છીએ અને અલિપ્ત રહેવા ઇરછીએ છીએ સમાજથી દુર જઈ સંતાવા માંગીએ છીએ જેથી કરીને કોઈ આપણી સાથે વાત ના કરે કે આપણ ને મળે નહિ. આપણે દુ:ખ માં છીએ તે બતાવવા નથી માંગતા અને સંતાઈ જઈએ છીએ. આજ કારણ છે કે દુઃખમાં લોકો આપઘાત કરવાનું વિચારે છે કે જેથી ફરી કોઈ મળીન શકે કે ન કોઈ જોઈ શકે. આમ દુ:ખ સંકોચે છે , દુ:ખ દ્વાર બંધ કરે છે, દુ:ખ ઇરછે છે કે તમે અંધારામાં બેસો. ના કોઈને હળો મળો. ના કોઈ સાથે વાત  કરો. ટૂંક માં દુ:ખ આત્માહત્યા શીખવે છે
જયારે ઈશ્વર મધુર સુગંધ ની જેમ ચારે તરફ પ્રસરેલા છે . .. પરમાત્મા અનંત તરફ ફેલાયેલ છે …કોઈ સીમા નથી માટે.તેમને તમે કોઈ એક સીમા માં કેદ ન કરી શકો . પૃથ્વી ની દરેક વસ્તુ સ્થિતિ માં ભગવાન મોજુદ છે છતાં સીમા પામવી મુશ્કેલ છે .ટૂંકમાં પરમાત્મા નો  સ્વભાવ વિસ્તાર છે . હિંદુ ધર્મ માં ઈશ્વર માટે એક શબ્દ છે બ્રહ્મ . બ્રહ્મ નો અર્થજ વિસ્તરી શકે તેવો થાય છે .જયારે દુ:ખ માં સંકોચાઈ જઈએ છીએ માટે દુ:ખ માં ઈશ્વર થી તદ્દન વિરુદ્ધા દિશા માં હોઈએ છીએ .હવે તમેજ કહો દુ:ખ માં ઈશ્વર ને કેવીરીતે પામી શકીએ ? સુખનો એક અર્થ છે ફેલાવવું સુખમાં આપણને પ્રસરવું ગમે છે સુખમાં આપણે સહુને મળવા માંગીએ છીએ સુખમાં આપણે સગા સંબંધી , સ્નેહીજનો , મિત્રો સાથે નિકટતા કેળવવા ઇચ્છીએ છીએ . સુખમાં આપણને બધા સાથે હળવું મળવું , સંગીત માનવું , વાતો કરવી ગમે છે .સુખી વ્યક્તિ સુખ વહેચવા ઈચ્છે છે કેમકે સુખ એકલા માણી શકાતું નથી કે સુખ એકલા અનુભવી શકાતું નથી જુયારે દુ:ખ વહેચી શકાતું નથી, એકલાજ ભોગવવું પડે છે કેમકે તે અંગત બાબત છે ..આમ સુખ એ વિસ્તાર દર્શાવે છે , પ્રસાર દર્શાવે છે. આપણે આપણી આસપાસ ના લોકોમાં આપણા સુખનું પ્રતિબિંબ જોવા ઇચ્છીએ છીએ . ટૂંકમાં સુખ હમેશા વહેચવાથી  અનુભવી શકાય છે .સુખમાં આપણે હમેશા ફેલાવાનું પસંદ કરીએ છીએ છે .અને ફેલાવાની ક્રિયા પ્રાર્થના બની શકે કેમકે હવે આપણે સુક્ષ્મ અર્થમાં પરમાત્મા જેવા છીએ ઈશ્વર સાગર છે , તો આપણે એક માત્ર બુંદ છીએ પણ તેનો અંશ છીએ તે નક્કી કેમકે તમે પણ ઈશ્વર ની જેમ ફેલાવ પસંદ કરો છો હવે આપ ઈશ્વરની સાથે એક ડગલું ભરી શકો છો અને એક ડગલું તેમની સાથે ચાલી લીધું તો તમે ક્યારેય પરત ફરવાનું વિચારી પણ નહી શકો કેમ કે એક ડગલું તેમની સાથે ચાલવાથી જે અસીમ તૃપ્તિ પ્રાપ્ત થાય છે , જે સુખની લબ્ધી પ્રાપ્ત થાય છે , જે અનુભૂતિ મહેસુસ થાય છે તે એટલી માતબર હોય છે કે તમે પાછા ફરી શકતા નથી , વિચારી પણ શકતા નથી એક પગલું તેમની તરફ ભરી લીધું, ઈશ્વર સાથે ,  આ પગલું ભરવુંજ અગત્યનું હતું . એક વખત જેની જીભે સ્વાદ લાગી ગયો તે જાણી શકે કે પ્રાથના શું છે !  સુખમાં એક કદમ ઈશ્વર સાથે ચાલી શકાય છે પણ દુઃખમાં નહી ! દુઃખમાં આપણે  સંકોચવા માંગીએ છીએ .દુઃખમાં આપણે ચાલવાજ સમર્થ નથી હોતા . દુઃખમાં આપણે  પક્ષઘાત થયો હોય જેવી સ્થિતિ માં હોયે છીએ તેથી ચાલવા માટે અસમર્થ હોયે છીએ . જયારે આપણે ચાલી શકીએ તે સ્થિતિ માં હોયે છીએ , જયારે આપણે નાચી શકીએ છીએ , જયારે આપણે શક્તિ થી ભરેલા હોયે છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આ સમય શ્રેષ્ટ સમય છે ઈશ્વર તરફ જવાનો .પણ ખાટલે મોટી મોકાણ એ છે કે સુખમાં ઈશ્વર  યાદજ નથી આવતા ફક્ત દુઃખમાં  યાદ આવે છે અને એટલે ઈશ્વર આપણને પ્રાપ્ત થતા નથી .

આકાશમાં પૂર્ણિમાનો ખીલેલો ચંદ્ર હોય અને તેનું પ્રતિબિંબ  સરોવર શાંત જળ માં દિશે તેવું આનંદનું છે .આ આકાશ આનંદ થી ભર્યું ભર્યું છે  અને  આપણા મનના તરંગોના સરોવર માં તેનું પ્રતિબિંબ દેખાયએ,  તે સુખ છે.  અને જયારે આ પ્રતિબિંબ ખોવાઈ જાય ત્યારે એ દુખ છે.  જયારે પ્રતિબિંબ દેખાતું હોય ત્યારે આ પ્રતિબિંબ ના સહારે હકીકત ના ચંદ્ર ને શોધવો સરળ છે , શોધી શકાય છે , શક્યતા છે કેમકે ત્યારે તમારી અને હકીકત ના ચંદ્ર ની વરચે થોડો સંબંધ છે ભલે પ્રતિબિંબનોજ કેમ ન હોય પણ છે ! આ સંબંધ  સ્વપ્નીલ હોય છે જો કોઈ શાંત જળને હલાવી દેતો પ્રતિબિંબ નહી દેખાય , સુખ નહી દેખાય ! પરંતુ  સરોવર ના જળ શાંત હશેતો પ્રતિબિંબ ના સહારે હકીકત ના ચંદ્ર ને શોધી શકીશું !
સુખ સંસારમાં પરમાત્મા ની ઝલક માત્ર છે જયારે ઝલક દેખાય ત્યારેજ પ્રાર્થના કરી દેવી કારણકે ત્યારે તે તમારથી ઘણાય નજીક છે. ઝલક ખોટી હોય છે પણ જેની ઝલક છે તે તદ્દન સાચા  છે માટે જયારે ઝલક થી ભરેલા હોવ ત્યારે બદ્ધું છોડીને પ્રાર્થનામાં લીન થઇ જાવ પણ મોટી તકલીફ એ છે કે સુખમાં એની જરૂરત નથી જણાતી .એક સાંજે માં એ તેના પુત્રને કહ્યું કે તે આજે ઈશ્વર ને ધન્યવાદ નથી આપ્યા , તે પાડ નથી માન્યો , તારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ, તારે પ્રાર્થના કરવી જોઈએ  કેમકે આપણા ગામ માં એવા કેટલાય બાળકો છે કે તેમને બે ટંક જમવાનું પણ નસીબ નથી થતું. તે ચીથરેહાલ દિશે છે જયારે ઈશ્વરે તને બદ્ધુંજ આપ્યું છે. આ સાંભળી  બાળકે  ભોળાભાવે  તેની માં ને કહ્યું ” માં મને એ સમજાતું નથી કે જેની પાસે નથી તેને પ્રાર્થના કરવી જોયે કે જેની પાસે છે તેને ?”  “તને નથી લાગતું કે પ્રાર્થના તો તેને કરવી જોઈએ કે જેની પાસે નથી ! ” શું  આપને નથી લાગતું કે આપણા બધાની મન:સ્થિતિ  આ બાળક જેવી છે ! જયારે આપણે સુખી હોયે છીએ ત્યારે પ્રાર્થના નથી યાદ આવતી પણ જેવું દુ:ખ આવે કે પ્રાર્થના તુરંત યાદ આવી જાય છે !
જયારે દરિયામાં મોજા ઉછળતા હોય , જયારે આંધી ફુંકાઈ હોય , જયારે હવા પ્રતિકુળ હોય , જયારે ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય ત્યારે તમારી નાની એવી નાવ  લઈને દરિયા માં ઝંપલાવશો તો ડૂબી જાવાની પૂરી શક્યતા છે ! જયારે મોકો હોયછે નાવ લઇ દરિયો ખેડવાનો , જયારે અનુકુળ વાતાવરણ હોય ત્યારે હલેશા પણ નહી મારવા પડે , મંદ મંદ લહેરો પર સવાર થઇ ને તમે આગળ વધી શકશો પણ  ત્યારે યાદ નથી આવતું  ઈશ્વર તરફ જવાનુ, ત્યારે યાદ આવે છે મધુશાલા ! ત્યારે યાદ આવે છે શબાબ અને કબાબ ! ત્યારે યાદ આવે છે રંગીન રાતો, મિજબાની ! આમ જયારે આપણે સ્વસ્થ હોયે છીએ ત્યારે સમયની કમી લાગે છે અને દોડીએ છીએ મધુશાલા તરફ પણ જયારે પગ ચાલતા નથી , પથારી વશ હોઈએ , અપંગતા મહેસુસ કરીએ , અને બીજું કઈ સુજે  નહી ત્યારે પ્રાર્થના યાદ આવે છે ! ત્યારે મને યાદ કરો છો ! તમે કોને મુર્ખ બનાવો છો ?
પ્રાર્થના જયારે તમારી પ્રથમ પસંદગી હશે , જયારે પ્રાર્થના તમારા હૃદયના ઊંડાણ માંથી નીકળશે , જયારે તમારું અસ્તિત્વ પ્રાર્થના ગાવા લાગશે ત્યારે તે ઈશ્વરના દરબારમાં ધ્યાનમાં લેવમાં આવશે , ત્યારે એ ઈશ્વરના કાનમાં સંભાળશે ! અસ્વસ્થ દશા અને દિશામાં પ્રાર્થના ઈશ્વર સુધી પહોચતી નથી !
 આતો એવું છે વૃક્ષને પાણીન આપો, સુખી જમીન હોય, અસહનીય ગરમી અનુભવાતી હોય, વૃક્ષ સુકાઈ ગયેલ હોય અને વૃક્ષ ઈચ્છે કે તેના પર ફૂલ આવે ! સંભવ  છે ? જરાય શક્યતા લાગે છે ? ફૂલ તો વૃક્ષના સ્વાસ્થયમાંથી ઉત્પન થાય છે. ફૂલ તો વૃક્ષના આનંદ નું દાન છે ! વૃક્ષ જયારે આનંદથી ભરાઈ જાય છે, ઉર્જાથી એટલા લથબથ થઇ ગયા છે કે તે હવે આપવા ઈચ્છે છે , તે વહેચવા ઈચ્છે છે , તે મધુર સુગંધથી પોતાને ચોતરફ પ્રસરવા ઈચ્છે છે,  વૃક્ષ ઈચ્છે છે કે તેના અસ્તિત્વ નો અહેસાસ બધા કરે ત્યારે તે મધ મધતા ફૂલ આપે છે !
જેમ વૃક્ષમાં ફૂલ હોય છે તેજ રીતે જીવન માં પ્રાર્થના હોય છે જયારે તમે ભરેલા હોવ , સંપૂર્ણ છલોછલ હોવ , જયારે તમારી ચારેય તરફ ઉર્જા પ્રવર્તમાન હોય, જયારે તમે યુવાન ની જેમ થનગનતા હોવ, ત્યારેજ  જીવન માં ફૂલ , ત્યારેજ પ્રાર્થના રૂપી ફૂલ શક્ય છે, ત્યારેજ પ્રાર્થનાના  ફૂલ ઉદભવે  છે  !
જયારે જીવનની બધી દિશાઓ ને પ્રાર્થનાની દિશામાં ડુબાડી દેશો, જયારે પ્રર્થાનાજ તમારો પ્રેમ , જયારે પ્રાર્થનાજ તમારું ધન, જયારે પ્રાર્થનાજ તમારું પદ, જયારે પ્રાર્થનાજ તમારી પ્રતિષ્ઠા બની જાય , જયારે પ્રાર્થનાજ તમારું સર્વસ્વ બની જાય, જયારે તમે સંપૂર્ણ મારા મઇ થઇ જાવ , ત્યારેજ ઈશ્વર, ખુદા,ગોડ, તીર્થંકર, બુદ્ધ તમારી પ્રાર્થના સાંભળશે, ત્યારેજ તમારી પ્રાર્થનાનો ઉત્તર વાળશે !

લ્યો ઘણો  સત્સંગ  કર્યો , કદાચ તમને હવે સમજ પડી ગઈ હશે કે તમારે ક્યારે , ક્યાં અને કેવી રીતે પરમાત્માને અરજ પહોચાડવી  મારા દ્વારા , પ્રાર્થના દ્વારા. તો  હવે હું રજા લઉં?

सुमिरन  सुरत  लगाईके , मुख ते कछु न बोल

बाहर   के    पट   देइके, अंतर   के   पट   खोल
माला  तो  कर  में  फिरें , जीभ फिरें मुख माहि
मनुआ तो दहुंदिसे फिरे , यह तो सुमिरन नाही
जप  मरें  अजपा  मरें,  अनहद  भी  मरि जाय
सुरत  समानी  सब्द में , ताहि कल नाही खाय
तू   तू   करता   तू  भया,  मुझ  में   रही  न  हूँ
वारी   तेरे   नाम   पर,  जित   देखू    तित  तूं
                                                – श्री संत कबीर
Featured post

લેન્ડસ્કેપ ફોટોગ્રાફી

ફોટોગ્રાફી એ એક કળા છે. ખુબ ઓછા લોકો હશે કે જેમને જિંદગી માં ક્યારેય ફોટો ન પડાવ્યો હોય . અને ઘણાય એવા હશે કે ફોતોગ્રફ્ય નો શોખ હશે પણ તકનીકી જાણકારી ન હોય . આમ જુઓં તો ફોટોગ્રાફી એ કળા અને વિજ્ઞાન નો સંગમ છે અને આજ આપણે બંને વિષે ફોટોગ્રાફી ના સિદ્ધહસ્ત એવા શ્રી શકીલભાઇ ના લેન્ડસ્કેપ ફોટોગ્રાફીના બ્લોગ દ્વારા  તદ્દન સરળ અને એપણ ગુજરાતી ભાષામાં  સમજવાની કોશિશ કરીએ ! જોજો હવે જયારે પણ ફરવા જાવ ત્યારે લેન્ડ સ્કેપ ફોટોગ્રાફી કરો ત્યારે આ જરૂર થી ધ્યાન રાખશો અને દિલખુશ ફોટોગ્રાફી કરી શકીલભાઇ ને યાદ કરજો !! કરો ક્લિક  લેન્ડસ્કેપ ફોટોગ્રાફી. લીંક ને પહોચી જાવ શકીલભાઇ ના બ્લોગ પર !!!

 

Featured post

જવું છે અધભૂત દ્વીપ બાલીની મુલાકાતે ? ભારતીય પ્રવાસી માટે સંપૂર્ણ ગાઈડ

સ્થળ :  બાલી
બાલી..અધભૂત દ્વીપ ! અનુપમ સૌન્દર્ય ! ખળ ખળ વહેતા ઝરણા નો દ્વીપ ! જાણે લીલો નાઘેર ! કુદરતે અખૂટ સૌન્દર્ય  છૂટે  હાથે વેર્યું છે ! ઉછળતા મોજા નું લયબદ્ધ સંગીત, મનના બધાજ ઉદ્વેગો ભુલાવી એક ધ્યાને સાંભળવા મજબુર કરે ! મન તો હવાથી પણ હળવું બની પતંગિયાની જેમ આમ તેમ ઉડવા માંડે ! રંગબેરંગી રંગોની છોળોના ઘૂઘવતા સાગરમાં મનભરી સ્નાન કરી તનના રોમે રોમ આનંદનો ઉત્સવ મનાવતા નાચી ઉઠે ! રંગ બદલતા આકાશને મનભરીને માણવાનો પુરતો અવકાશ પણ ! હરિયાળી પર્વતમાળા અને જીવંત જ્વાળામુખીમાંથી નીકળતી ધુમ્રસેર આહ! લાદક સૌન્દર્ય સર્જે છે ! આ જોઈને મન તો ઝૂમી ઉઠે અને ઉમંગો ના તાર પણ ઝણઝણી ઉઠે અને હા કલા- વૈભવ ની તો વાત કેમ ભૂલાય ! ચાહે કાસ્ટ કલા હોય કે બાટિક હોય કે અવનવા ઉમંગો ને મૂર્તસ્વરૂપ આપતા કલારસિક મનાવ સમુદાય હોય બદ્ધુજ છે આ નાનકડા બાલી પાસે ! કદાચ ભારત બહાર આ જ એક દ્વીપ એવો છે કે જેમાં ૮૮% થી વધુ હિંદુ વસ્તી હોય ! ખાસ કરીને ઇન્ડોનેશિયા માં ૨૦૦૯ માં થયેલ વસ્તી ગણતરી મુજબ જાવા, સુમાત્રા, કાલીમંતન અને સુલાવેશી ટાપુઓમાં હિંદુઓંની સંખ્યા માં ત્રણ ઘણો વધારો થયો હતો . આજે પણ બાલીમાં સૌથી વધારે હિન્દુઓં (૧૦.૧૪ લાખ ) વસે છે !

પ્રાચીન બાલીમાં કુલ નવ હિન્દૂ સંપ્રદાયો અસ્તિત્વમાં છે, નામ અનુસાર પસુપતા , ભૈરવા , શિવા  શિદનતા , વૈષ્ણવ  , બોધ , બ્રહ્મા, રેસી, સોરા અને ગનાપત્ય . દરેક સંપ્રદાયના  તેમના અંગત દેવ તરીકે ચોક્કસ દેવ ને આરાધે છે.બાલીનીઝ સંસ્કૃતિ ભારતીય અને  ચિની, અને ખાસ કરીને હિન્દૂ સંસ્કૃતિ દ્વારા ખૂબ પ્રભાવિત છે , ૧લી સદીની આસપાસ થી ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થવાની શરૂઆત થઇ હતી . બાલી દ્વીપ  (“બાલી ટાપુ”) નામ  ઇસ.૯૧૪ માં મળી આવેલ  બ્લાન્જોંગ  શીલાલેખ શ્રીકેસરી વાર્માંદેવા દ્વારા લખવામાં આવેલ  અને તેમાં “વાલીદ્વીપા ” નામ નોધાયેલ છે આ ઉપરાંત વિવિધ શિલાલેખો માં બાલી નામ મળી આવે છે, આ ઉપરાંત એવું કહેવાય છે કે ચોખા નો પાક લેવા માટે સિંચાઈ પદ્ધતિ ‘સુબાક’ (સુબાક એં બાલી ટાપુ પર ડાંગર ના ખેતર માટે પાણીની સિંચાઈ વ્યવસ્થાપન પધ્ધતિનું નામ છે.) ઉપર પણ ભારતીય પરંપરાની અસર છે .કેટલીક  ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા હજુ પણ અસ્તિત્વમાં  છે . પૂર્વ જાવામાં પર હિન્દૂ મજાપહિત  સામ્રાજ્ય (ઇસ ૧૨૯૩ -ઇસ ૧૫૨૦  ) ૧૩૪૩  માં બાલીનીઝ કોલોની સ્થાપના કરી હતી. જ્યારે સામ્રાજ્ય નો વિનાશ થયો ત્યારે બૌદ્ધિકો, કલાકારો, સંતો , સંગીતકારોએ ૧૫મી સદીમાં જાવાથી  બાલી હિજરત કરી હતી.

શ્રી કેસરી વાર્માંદેવા  બાલીના  પ્રથમ રાજા હતા જેમણે શિલાલેખ તૈયાર કર્યો હતો જે સંસ્કૃત અને લોકલ  બાલીની  ભાષા માં બનાવામાં આવ્યો હતો . તેમણે દક્ષિણ સનુર  માં ૯૧૪  સીઇ માં મુકાવ્યો હતો .બેલાન્જોંગ  આધારસ્તંભ (“પ્રસસ્તી  બ્લાન્જોંગ “)  બે લીપી  નો ઉપયોગ કરી ને બનાવામાં આવ્યો હતો , જે નાગરી લીપી અને જૂની  બાલીનીઝ લીપીનો   (કે જે બંનેબાલીનીઝ અને સંસ્કૃત લખવા માટે વપરાય છે) નો ઉપયોગ થયો હતો. આ શિલાલેખ ઉપરથી ફલિત થાય છે કે તેઓ સંજય વંશ કે જે તેસમયે સેન્ટ્રલ જવા માં રાજ્ય કરતો હતો સાથે એક ય બીજી રીતે જોડાયેલ હતા એટલુજ નહિ પરંતુ તેઓ ભારતીય શક કેલેન્ડર નો ઉપયોગ કરતા હતા અને શિલાલેખમાંપણ શક કેલેન્ડર અનુસાર તારીખ છે. શ્રી કેસરી એ એક મજબૂત રાજ્યની નીવ નાખી હતી

પાસપોર્ટ / વિઝા નોંધ: મોટા ભાગની રાષ્ટ્રીયતા ના લોકો  ઇન્ડોનેશિયામાં પ્રવેશવા માટે આગમન સમયે  30-દિવસ ના વિઝા મેળવવા માટે નીચેની શરતો નું પાલન કરતા હોવા જોઈએ
(i) તેઓ મુખ્ય ઇન્ડોનેશિયન એરપોર્ટ પર આવે ત્યારે ; (ર) તેમના પાસપોર્ટ માંઓછામાં ઓછું એક વિઝા પેજ , વિઝા માટે કોરું હોવું જોઈએ . (III) તેઓ  પાસે આગળ જવા માટે રીટર્ન  ટિકિટો હોવી જોઈએ અને તેમના આગામી લક્ષ્ય માટે જરૂરી મુસાફરી દસ્તાવેજ હોવા જરૂરી છે અને (iv) તેઓ પાસે ઇન્ડોનેશિયમાં રહેવા માટે પુરતું  ભંડોળ હોવા ના પુરાવા બતાવવા માટે   (ઓછામાં ઓછા ૧  ,૦૦૦  ડોલર અથવા માન્ય ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ ) વિઝા ફી ૨૫  ડોલર છે. વધુમાં વધુ ૩૦  દિવસ નું વિઝા એક્સટેન્શન શક્ય છે .મુલાકાતીઓએ સ્થાનિક પોલીસ ઓફિસમાં જાણ કરવી જ જોઈએ.નોંધ કરો કે પીળા તાવ રસીકરણ પ્રમાણપત્ર જરૂરી છે, જો છોડીને અથવા ચેપ વિસ્તાર દ્વારા transiting છ દિવસની અંદર ઇન્ડોનેશિયા પહોંચ્યા. નોંધ: એ ખૂબ અગત્ય નું છે કે તમારો પાસપોર્ટ ઓછામાં ઓછા છ મહિના પુરતો  માન્ય હોવો જોઈએ જોકે  ઇમીગ્રેશન અધિકારીઓ ઘણી વખત ટ્રાવેલ એજન્ટ અને સત્તાવાર સ્ત્રોત દ્વારા જતા લોકો માટે અલગ નિયમો લાગુ પડે છે.

એમ્બસ્સી ઓફ  ઇન્ડિયા : જલન  રાય  પુપુતન  રેનોન  ૪૨ -૪૪ ,  ડેનપાસાર , બાલી
ફોન   +૬૨ ૩૬૧ ૨૪૧  ૯૭૮

આઈ એસ ડી કોડ : 00૬૨

સમય માં ફેરફાર : ઇન્ડિયન સ્ટાન્ડર્ડ  ટાઇમ + ૨.૫ કલાક { ઇન્ડોનેશિયા ત્રણ ટાઈમ ઝોનમાં છે  . જીએમટી (વેસ્ટ, જાવા અને સુમાત્રા સહિત) +૭ , +૮  જીએમટી (સેન્ટ્રલ, બાલી, સુલાવેસી  અને લોમ્બોક  સહિત), +9 જીએમટી (પૂર્વ, ઈરિયન  જયા સહિત).}

ચલણ : રૂપિયારૂપિઆ (IDR) સત્તાવાર ચલણ છે અને 100 સેન વિભાજિત. વિદેશી ચલણ સરળતાથી બેન્કો હોટલ, મુખ્ય પ્રવાસન સ્થળો અને નાણાં ચેન્જેર્સ ખાતે આદાનપ્રદાન કરી શકાય છે; U.S. ડોલર સૌથી વધુ સ્વીકાર્ય ચલણ છે. કેશ (રોકડ )નો વિનિમય દર ટ્રાવેલર ચેક કરતા સારો મળવાની શક્યતા છે . આ ઉપરાંત એવી પણ શક્યતા છે કે ટ્રાવેલર ચેક  દરેક જગ્યાએ ના પણ સ્વીકારે . આમ છતાં જો  ટ્રાવેલર ચેક  લેવા હોય તો  U.S. ડોલર માં લેવા જોઈએ . મોટા ભાગની હોટલ રેસ્ટોરન્ટ, સ્ટોર્સ અને પ્રવાસી વેપાર ખાધ્યપ્રબંધના ખાતે ક્રેડિટ કાર્ડ સ્વીકારવામાં આવે છે. એટીએમ મોટા ભાગ ના મુખ્ય કેન્દ્રો ઉપર ઉપલબ્ધ છે. બસ ભાડા ,મંદિર દાન અને ઠંડા પીણાં જેવા વસ્તુઓ માટે નાના  સિક્કા અને ઓછી કીમત ની નોટ રાખવી  જરૂરી છે

વિનિમય દર : રૂપિયા  ૧=  રૂપિયા (આઈ ડી આર )૧૭૦ .૪૧૫  આઈ ડી આર

http://www.xe.com/ucc/convert/?Amount=100&From=INR&To=IDR

ભાષા : બહાસા ઇન્ડોનેશિયા સત્તાવાર ભાષા છે, પરંતુ ઘણી બોલી બોલાય છે. બાલી, જકાર્તા અને પ્રવાસન રીસોર્ટ માં ઈંગ્લીશ પણ સારી રીતે બધા સમજી શકે છે

સલામતી: ઓક્ટોબર 2005 માં બાલી માં બોમ્બ ધડાકા બાદ, ત્યાં આતંકવાદના ઊંચા જોખમ વાળા દેશમાં સમાવેશ થાય છે અને અહેવાલો સૂચવે છે કે આતંકવાદીઓ પશ્ચિમી અને પશ્ચિમી હિતો પર હુમલા નું વધુ આયોજન કરવા પ્રયત્ન કરતા હોય છે જાહેર સ્થળોએ  ચોક્કસ સાવધાની રાખવી જોઈએ . ખાસ કરીને પરિવહન ટર્મિનલ, શોપિંગ મોલ્સ અને જાહેર ઇમારતો, રેસ્ટોરાં, હોટલ, અને પ્રવાસન વિસ્તારોમાં મનોરંજન સ્થળોની સહિતના  જાહેર સ્થળોએ ખાસ સાવધાની રાખવાની સલાહ છે.  પૂર અને ભૂસ્ખલન ડિસેમ્બર અને માર્ચ વચ્ચે વરસાદી ઋતુ દરમ્યાન વારંવાર થાય છે. ઇન્ડોનેશિયન એરલાઈન્સમાં( ગરૂડા એરલાઈન્સ) મુસાફરી કરવી સલાહ ભર્યું નથી

રીત રીવાજ : ઇન્ડોનેશિયન લોકો સામાન્ય રીતે મૈત્રીપૂર્ણ અને વિવેકી છે તેઓ સમજે છે કે પશ્ચિમી સંસ્કૃતિ પોતાના કરતા અલગ છે, જો તમે તેમના રિવાજોનો આદર કરશો તો  તેમને ગમશે . ધાર્મિક રિવાજો ખાસ કરીને રમાદાન( રમઝાન ) મહિનામાં ખાસ કરીને સન્માન કરવું જોઇએ, રમઝાન મહિના માં ખાવા પીવા અને ધૂમ્રપાન પર  ડેલાઇટ ના સમય દરમિયાન વર્જિત છે કારણ કે તે મુસ્લિમ સંસ્કૃતિ દ્વારા પ્રતિબંધ છે .વપરાશકર્તાઓ એ હંમેશા વિવેકી વર્તન કરવું જોઈએ . શક્ય હોય ત્યાં સુધી લાગણીનું જાહેર પ્રદર્શન ટાળવું જોઈએ .  વસ્તુ ની આપ લે માટે ડાબા હાથનો  ઉપયોગ અસભ્ય માનવામાં આવે છે. સ્ત્રીઓએં હમેશા પૂજા ના સ્થળે અને  મુસ્લિમ વિસ્તારોમાં પહેરવેશબાબત માં ખાસ કાળજી લેવી, ખભા અને ખાસ કરીને પગ ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા જોઈએ ( બાલી માં ૮૦ % હિંદુ વસ્તી હોવાથી અહી જરૂર નથી પણ બાલી સિવાય ઇન્ડોનેશિયા માં ક્યાય પણ જવું હોયતો ખ્યાલ માં રાખવું )   અહી  જુગાર ગેરકાયદેસર છે.

ક્યારે જઈ શકાય ?

વર્ષાઋતુ : ડિસેમ્બરથી  માર્ચ
ડ્રાઇ સીજ઼ન (હોટ) : અપ્રિલ થી નવેમ્બેર

જુલાઈ થી નવેમ્બર સુધી નો સમય શ્રેષ્ટ સમય ગણાય છે

કેવી રીતે જવાય  :

હવાઈ માર્ગ : મુંબઈ અને દેલ્હી થી સીધી કુલાલમ્પુર, સિંગાપોર અથવા તો બેન્ગ્કોક માટે ફ્લાઈટ  લઇ ત્યાંથી ડેનપાસાર ની ફ્લાઈટ  મળી શકે છે

કુલાલમ્પુર,  સિંગાપોરથી અથવા બેંગકોકથી સીધી ફ્લાઈટ છે

http://airasia.com

http://www.malaysiaairlines.com/in/en.html

Malaysian Airlines

Local: 1300 88 3000 Malaysia

International: +60 (0)3 7846 3000

Air Asia

Local: 1300 88 99 33Malaysia

Local :18605008000 India

International: +60 03 7884 9000

વધુ માહિતી માટે :http://www.balitourismboard.org/bali_how-to-get-to-bali.html

નગુરાહ રાય  એરપોર્ટ

સ્થાન: આ એરપોર્ટ આઠ (૧૩ કી મી ) માઇલ દેનપસાર  દક્ષિણ પશ્ચિમ અને એક અને અડધા (૨ .૫ કિમી )  માઇલ, કુતા દક્ષિણ આવેલું છે.

સંપર્ક: ફોન: +૬૨  (૦ ) ૭૫૧  ૩૬૧  ૦૧૧ .

ટર્મિનલ વચ્ચે પરિવહન છે: ટર્મિનલ એકબીજા સાથે સરળ વૉકિંગ અંતર થી જોડાયેલ  છે.

શહેરના મેળવી: બસ સેવાઓ દેનપસારથી શહેર કેન્દ્ર અને કુતા  સહિત મુખ્ય હોલીડે રીસોર્ટ માટે નિયમિત મળી રહે છે . આ ઉપરાંત મીટરવાળી ટેક્સીઓ ઉપલબ્ધ છે

કાર રેન્ટલ: અવિસ , હર્ટ્ઝ વિગેરે કંપની  ટોયોટા કાર અને સ્થાનિક કાર ભાડા કંપનીઓ  એરપોર્ટ પર ભાડે આપે છે.

સુવિધાઓ: ત્યાં દુકાનો, રેસ્ટોરાં, બેન્કો અને  મની એક્ષચેન્જ ની સુવિધા પણ છે. પોસ્ટ ઓફિસ, ફાર્મસી,  પ્રવાસન માહિતી અને હોટેલ આરક્ષણ કિઓસ્ક જેવી અન્ય સુવિધાઓ સમાવેશ થાય છે.

પાર્કિંગ: આ ટર્મિનલની  ઇમારતો સામે વિશાળ પાર્કિંગ લોટ છે.

પ્રસ્થાન કર : આઈ ડી આર ૧૫૦ ,૦૦૦  (આંતરરાષ્ટ્રીય પ્રવાસી );  આઈ ડી આર  ૩૦ ,૦૦૦  સ્થાનિક પ્રવાસી

વેબસાઈટ: http://www.ngurahrai-airport.co.id


વીજળી: ૧૨૦ /૨૩૦ વોલ્ટ , ૫૦  હઝ . 

મુખ્ય આકર્ષણો :

સૂર્યાસ્ત સમયે તનાહ  લોટ

સૂર્યાસ્ત સમયે તનાહ  લોટ
તનાહ  લોટ
તનાહ  લોટ અર્થ ‘સમુદ્ર મધ્ય જમીન’  થાય  છે . એક ઉત્કૃષ્ટ દરિયાઈ બાલી ટાપુના બોલ રોક રચના ઉપર મંદિર બંધાયેલ છે. આ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે અને સુંદર ફોટાગ્રાફી  માટે એક મહત્વ નું સ્થાન છે તનાહ  લોટ ઝેરી દરિયાઇ સાપ ​​તથા ખડકાળ ટાપુ નું દુષ્ટ આત્માઓ અને ઘૂંસણખોરો મંદિર રક્ષણ કરતુ  હોવાનું માનવામાં આવે . આ મંદિર ૧૬  મી સદીમાંબનાવવામાં આવ્યું હતું

તનાહ  લોટ સનસેટ ટુર (રોજે  ૧૪ .૩૦ કલાકે સમય – ૭  કલાક)  2 વ્યક્તિઓ
એક બપોરે પ્રવાસ તનાહ  લોટ માં ઉષ્ણકટિબંધીય સનસેટ જોવા માટે , મેન્ગ્વી  માં

માઉન્ટ બતુર  ©  ત્રોપીકા લીવીંગ
ગુનુંગ  બતુર  જ્વાળામુખી
ગુનુંગ  બતુર  જ્વાળામુખી હજુ પણ-સક્રિય છે, બાલીમાં આની બીજા પવિત્ર પર્વત તરીકે ગણના થાય છે અને ટાપુના  મહિલા તત્વનું પ્રતીક છે, જ્યારે પડોશ માં આવેલ નાના જ્વાળામુખી ગુનુંગ અગુંગ ,પુરુષ તત્વ પ્રતીક છે.  પર્વતાહકો માટે  મહાન સ્થળ છે માઉન્ટ બતુર  ઉપર  ચાલવું સરળ નથી, પરંતુ તેનો નઝારો જોવાલાયક હોય છે અને જો તમે નસીબદાર છો તમે પણ થોડા વાંદરાઓ જોઈ શકો છો . ત્યાં જેઓ બદલે એક કાર અને જૂના ખાડો તળાવ બતુર  ઓવેર્લૂકીંગ  રિમ માટે ડ્રાઈવ ભાડે કરશો માટે એક મહાન ચોકી બિંદુ છે. આ સૂર્યોદય જોવા માટે આગ્રહણીય સ્થળ છે.

પુરનું બેસાકીહ
પુરનું બેસાકીહ
સ્થાનિક રીતે બાલી ના માતા મંદિર તરીકે ઓળખાય છે, પુરનું બેસાકીહ, માઉન્ટ અગુંગના ઢોળાવ પર આવેલું છે અને સૌથી વધુ પ્રચલિત છે અને બધા બાલીનીઝ મંદિરો પવિત્ર  છે. આ લગભગ ૧૪ મી સદી માં બંધાયા હતા . આ ત્રણ મુખ્ય મંદિરો શિવ બ્રહ્મા, અને વિષ્ણુ સમર્પિત છે, અને અન્ય આસપાસ ૧૮ અલગ અલગ અભ્યારણ રેગેન્ચીએસ  અને જાતિ સમૂદાય સાથે સંકળાયેલા  છે

કીન્તામાની  અને બેસકીહ  (દરરોજ  ઉપડે છે  ૦૮ .૩૦   સમય અવધી ૮  કલાક) ટુર .. / વ્યક્તિ – મિનિટ 2 વ્યક્તિઓ
સોના અને બાલીનીઝ પેઇન્ટિંગ માટે , ચાંદી  ઉપર  કારીગીરી    , બતુંઅન , લાકડા ઉપર કોતરકામ, તો બપોરના માટે ૧૧  મી સદી બેદુલું  ગામ, કીન્તામાની  માં એલિફન્ટ કેવ, પૂર્વમાં ડ્રાઈવ બાલી બેસકીહ  મંદિર, કેર્તાગોસા   બધી મંદિર માતા મંદિર મુલાકાત માટે Mas માટે Batubulan, Celuk માં બરોંગ  નૃત્ય વોચીંગ  જૂના હોલ ન્યાય.
ઉલુવાતું  સનસેટ ( દરરોજ  ઉપડે છે  ૧૭ .૦૦  સમય અવધી  ૪  કલાક) ટુર .. / વ્યક્તિ – મિનિટ 2 વ્યક્તિઓ
સુંદર ઉલુવાતું  ક્લિફ મંદિર મુલાકાત જ્યારે ઉષ્ણકટિબંધીય સૂર્યાસ્ત માણી. સ્થાનિક રેસ્ટોરાં પર ડિનર.

સીન્ગરાજા    ( દરરોજ  ઉપડે છે ૦૯ ,00 કલાક) લોવીના  .. / વ્યક્તિ – મિનિટ 2 વ્યક્તિઓ

સંપૂર્ણ માટે બેદુગુલ  લેક બેરાતન , ગીતગીત  ધોધ, બંજર  ગામ, લોવીના  બીચ જ્યાં બપોરના સ્થાનિક રેસ્ટોરાં પર સેવા થશે હોટ વસંત મુલાકાત ટ્રીપ. ચોખા ઢોળાવ માટે પાછા રીતે પર પુપુઅન  મુલાકાત લો

જ્વાળામુખી કીન્તામાની  ( દરરોજ  ઉપડે છે ૦૮ .૩૦  સમય અવધી  ૮  કલાક) ટુર .. / વ્યક્તિ – મિનિટ 2 વ્યક્તિઓ

ઉબુદ

દેનપસાર ની પહાડી ની ઉત્તરે  ઉબુદ આવેલ છે .  ઉબુદ  બાલીનું સાંસ્કૃતિક કેન્દ્ર છે  તથા બાલી અને તેની આસપાસના ગામોમાં મુખ્ય આકર્ષણ કલા સંગ્રહાલય અને આર્ટ ગેલેરી છે, ખાસ કરીને નેકા  મ્યુઝિયમ છે, પરંપરાગત અને આધુનિક બાલીનીઝ ચિત્રોનો  વિશાળ સંગ્રહ ધરાવે છે. બાલીનીઝ કલા અને હસ્તકલથી  શેરીઓ અને બજાર ઉભરાય છે. પરંપરાગત નૃત્ય અને સંગીતના તાલ માં ઝૂમતા લોકો ને જોવાનો એક  લાહવો  છે આ ઉપરાંત આ ટાપુ ઉપર  શ્રેષ્ઠ જમવાનું પીરસતી રેસ્ટોરાં પણ અહી આવેલી છે

શું જવું છે બાલી ? લો આ રહી માર્ગ – નિર્દેશિકા …લો ..કરો તૈયારી  !!

http://www.itinerarydesigner.blogspot.com/2012/01/itinerary-for-bali-for-5-days.html

http://www.itinerarydesigner.blogspot.com/2012/01/itinerary-for-bali-8-days-7-nights.html

ઇંડિયન રેસ્ટોરેંટસ 

  • ક્વીન્સ ઓફ ઇન્ડિયા , કુટા

જલન  રાય  સેમીન્યક  નં . ૭૩,

કુતા , બાલી , ઇન્ડોનેસિયા.
દેનપસાર
(૦ ) ૩૬  ૧૭૩  ૨૭૭૦
ભોજન: ભારતીય
  • લીટલ ઇન્ડિયા, સનુર
જલન  કેમરા ,
સનુર , બાલી ,
ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય
  • ક્વીન્સ તંદૂર ,સેમીન્યાક
જે.એલ. રાય  સેમીન્યાક  નં ૭૩ ,
સેમીન્યાક , બાલી , ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય
  • ગેટવે  ઓફ  ઇન્ડિયા , સનુર 
સનુર , બાલી  ૮૦૨૨૩ , ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય
  • ઇન્ડિયન દિલાઇત્સ
જે.એલ.રાય  પેન્ગોસેકન,
ઉબુદ, બાલી , ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય
  • લિંગા   લોન્ગ , ચાન્દીદાસા
બુગબુગ  સમૂહ , ચાન્દીદાસા   ,
બાલી  ૮૦૮૫૧  , ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય
  • સિતારા ઇન્ડિયા રેસ્ટોરન્ટ,
જે.એલ.  તેઉકું  ઉમર  ૧૩૭ બ ,
ડેનપાસાર,બાલી ,
ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય
  • વારુંગ લીટલ ઇન્ડિયા
જલન  હનોમાન , ઉબુદ ,
બાલી , ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય

એરપોર્ટ્સ : નગુરાહ રાય એરપોર્ટ (DPS)


Featured post

નુતન વર્ષાભિનંદન !!

પ્રિય મિત્રો ,
વેરવિખેર હાલતમાં રહેલા મધમાંધતા ખુશ્બુદાર પુષ્પો જેવા સજ્જનોનો, ના આજે દુષ્કાળ હતો ના કાલે પણ હતો  !
સૌથી મોટી જરૂરત હતી આ તમામ ખુબ સુરત પુષ્પો ને રેશમ દોરે એક સાથે ગુંથી અને હાર બનાવે તેવા માળીની
અને તે કામ આ બ્લોગ જગતે કર્યું  છે. આ બધા મધમધતા પુષ્પોને એક બીજા સાથે ગુંથી લીધા છે અને આજે
તેની ખુશ્બુ વિશ્વમાં પ્રસરી રહી છે અને પ્રસરતી રહેશે તેવી મને ખાતરી છે અને ૨૦૧૨ ના નવલા વર્ષે આશા છે કે
બ્લોગ જગતના મધમધતા પુષ્પોથી પ્રેણા પામી હું પણ એક મજેદાર સુગંધિત પુષ્પ બનું અને સુવાસ
ચો તરફે ફેલાવું અને અત્તર  બની ને પમરું ! આશા છે કે આપ સૌ ના સહયોગથી હું નવું જ્ઞાન પામું અને વિસ્તરું ..
વિશ્વના શ્રેષ્ટ ગુલાબોમાંથી બનેલ અત્તરની ખુશ્બુ ને જેમ આપ પ્રસરો અને પમરો..
અરુણદેવ ના સોનેરી કિરણો ને સથવારે ચોતરફ ફેલાવ ,
નાની કળી જેવા નાના ભૂલકા ના સ્મિત તમારું મુખ આભુષણ બને
અને આપ ના સારા અધૂરા સ્વપ્ના આજ વર્ષ માં હકીકત ના રંગ પુરાય
તેવી હૃદય થી પ્રભુ ને પ્રાથના !
આપનો ,
બકુલ શાહ
Featured post

Bali -The Island of the scenic beauty of the world famous beaches

મકાઈ શેકવાની રીત એક !
દેવના દરબારમાં મુજને કશોયે રસ નથી,સત્ય કહું છું મારે એમાં આવવું ચોક્કસ નથી,તે દિવસ થી સ્વર્ગ પ્રાપ્તિ ની તજી મેં ઝંખના,જાણવા જે દિ' મળ્યું કે ત્યાં કોઈ માણસ નથી- દિલહર સંઘવી
જીવનની શરૂઆત શૈશવ ની વૈભવ ,બપોરે જવાનીના કલરવનો વૈભવ,બધીયે અવસ્થા માં ગૌરવના રંગો,સમી સાંજે માણ્યા અનુભવનો વૈભવ - કાબિલ ડેકાનાવી
ક્ષિતિજને માથે રંગનો ઘડો દેખાય છે ને ચેહરા પર શરમ નો શેરડો દેખાય છે હળવેક થી ખૂણામાં આવી ચંદ્ર વિચારે જોવું તો ખરો , સુરજ કેવડો દેખાય છે - વિજય કોઠારી
લાલીમાં લોલોત્રી કિરણાવલી જ્યાં જુઓ ત્યાં રૂપ રેલમછેલ છે આ ગગન જાણે કળાયેલ મોરલો આ ધરા જાણે ઢળકતી ઢેલ છે - અમૃત ઘાયલ (તેગલાળંગ રાઇસ ટેરેસ )
જોવો પડે છે અસ્ત હમેશા ઉદય પછી સહેવો પડે છે વિરહ મિલન ના સમય પછી તુજથી જુદા પડ્યા પછી આવ્યો મને વિચાર કેવી દશા થશે આ પ્રભુની પ્રલય પછી - ઓજસ પાલનપુરી
આજે આથમેલા સૂર્યની સોગંદ હું કાલે સૂર્ય બનીને ઉગીશ પ્રચંડ જવાળા બનીને સળગીશ એક વિરાટ શૂન્યમાં એકલવાયો આગળ વધીશ પ્રખર મધ્યાહનથી રાતીચોળ સાંજ સુધી મારી એકલતા આ ક્ષિતિજે ડૂબશે ત્યારે કોઈ બીજી ક્ષિતિજ પર એ ઉગતી હશે - હરીન્દ્ર દવે
ભક્તિ કેરી કાકલુદી સ્વાર્થ કેરા જાપ બંધ, શંખનાદો ઝાલરો ને બાગ ના આલાપ બંધ, મેં જરા મોટે થી પૂછ્યો પ્રશ્ન કે હું કોંણ છું ? થઇ ગયા ધરામાંલયોના દ્વાર આપોઆપ બંધ. - શૂન્ય પાલનપુરી
એ આંખ ઉઘડે અને શરમાય ગઝલ,
એ કેશ બાંધે અને બંધાય ગઝલ
કોને કહ્યું લય ને કોઈ આકાર નથી ?
એં અંગ મરોડે અને વળ ખાય ગઝલ –
મન ના માણીગર ની વાસળી ના સાદે,યાદો ની વણઝાર ના ઢોલ ના ધબકારે,ટળવળતા કંઠ માં જળ સીંચવાને ,હરણ ફાળે હું હાલી રે ! - બકુલ શાહ
બાલી- ઍક સ્વપ્નનગરી
કૅનડિડાસા ( ચાંદી જેવી રેત )-બીચ-બાલી
સનૂર_બીચ-
કોઈ ના કાઠા કિનારા, કોઈ ની છે નદી,કોઈ ના આપ્યા હલેશા, કોઈ ની હોળી હતી,કોંણ છુ ! નાવિક ? મુસાફર ? કે ધકેલાતો પવન ?તુટતા વિખરાતા મોજા ને ઘણી મુંઝવણ થઇ. - ચિનુ મોદી
સોનેરી તાર જેવા ડૂબતા રવિના કિરણો, પુષ્પો ની માળા જેવી નિર્મળ સલીલ ની લહેરો, ઉપમા કવિ-હ્રિદયને સુઝે છે એક અનોખી, મૂંગી રહી છે કુદરત જાણે કોઈ નો ચહેરો. - ઓજસ પાલનપુરી
મૂકી છે પીઠ પાછળ સૂરજે પોતાની દુનિયાને હું બેઠો છું નદી કાંઠે લઇ ખોળામાં સંધ્યાને હવે મોડા પડોતો પૂછજો બાળક ને સરનામું કદાચિત ઓળખે એના રહસ્યો આ સમસ્યા તે -ગની દહીવાલા
મા સરસ્વતી અને મા લક્ષ્મી
ચિત્રકળાના વિવિધ સ્વરૂપ
ચોતરફ પ્રસર્યાંછો પુષ્પોની મધુર સુગંધ ની જેમ . ખબરનથી, મળી સકીશ કે કેમ ક્યારેક સ્વપ્નમાં ? આજ સ્મરણ તમારું ઉઠાવે હૃદય માં લહેરો ઝાઝી , ક્યાં ખબર છે બિચારાને કે તમારું મુકામ સ્વપ્નમાં ? - બકુલ શાહ
સાન અને ભાન ને મૂકી કોરાણે,વિસરું વિયોગ વ્હાલમજી ના દ્વારે રે ,મારી તે ચાલ માં ટપકે ચોમાસું ,મારા પ્રીતમ ને પામવા નીસરી રે !વરસી ને તડપું ને તડપી ને વરસું ,વ્હાલમ ના વિચારે રે - બકુલ શાહ
સમજાવી સમજાવી મુને થાકી રે ,કેમ કરી ના આવે મારે હોઠે રે ,વ્હાલમ ,નથી ભીંજાવું વરસાદે,આજ ભીંજાવું તારા વ્હાલે રે ! - બકુલ શાહ
સોનાવરણી સિમ બનીને મોસમ આવી મહેનતની ....ડાંગરના ખેતરમા પાક લેતા ખેડૂતોનુ વિહાંગ દ્રશ્ય
ભમરાનું ગુંજન અને કળી ની નજાકત છો તમે ! આ વૃક્ષ, આ કુસુમ,આ ઉપવનની શાખા છો તમે ! આવ્યા છો અમ આંગણે મદમસ્ત મસ્ત્તી ભર્યા ભર્યા ! ઉઠતી, કુદતી,લહેરાતી,ચંચળ શીળી ધારા છો તમે ! - બકુલ શાહ
CIMG5873
દુઃખ જયારે મર્મ ની અંદર પ્રવેશે ત્યારે હસ્તાક્ષર તારા લઈને પ્રવેશે વચનો ગમેતેટલા આઘાત કરે સર્વે આઘાતમાં તારો સુર જાગે સેંકડો વિશ્વાસ જયારે તૂટી જાય ત્યારે તારા વિશ્વાસમાં મન વળગેલું રહે - શ્રી રવીન્દ્રનાથ ટાગોર
IMG_3110
અધુરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસીતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધીપતેરખીલમ મધુરમ
પીધા જગતના ઝેર એ શંકર બની ગયો ,કીધા દુઃખો સહન એ પયગમ્બર બની ગયો ,મળતો નથી દરજ્જો કોઈ સાધના વિના ,પણ તારી મેળે તું ખરો ઈશ્વર બની ગયો ! - જલન માતરી
સીતાજીની વિવિધ મુદ્રાવાળી કાસ્ટપ્રતિમા
કાસ્ટ કોતરણી ના મનમોહક નમુના
પૂર્ણ કદની ગણેશજી ની કાસ્ટની પ્રતિમા
ચીની યોધ્ધાની કાસ્ટની પ્રતિમા
આજ શિલ્પીના ટાંકના તીખા તારો પથ્હાર નો દેહ ઘડવાનો કાલતો તું બની જશે ઈશ્વર લોક શ્રદ્ધાથી ફૂલ ધરવાના -રતિલાલ અનીલ
તાજનું શિલ્પ - કાવ્ય નીરખીને હર્ષના આંસુ કૈંક લૂછે છે ! દાદ આપે છે શાહજહાંને સૌ -એના શિલ્પીને કોણ પૂછે છે ? -રતિલાલ અનીલ
ઈન્ડોનેસીયાના ઍક ગામની ઝલક
બે નાની નૃત્યાંગના બાળાઓ દ્વારા મહેમાનો નું સ્વાગત
કેકાક નૃત્યાંગના ગણ
રામાયણના જુદા જુદા પ્રસંગોને કેકાક નૃત્યાંગના આગવી નૃત્યશૈલી દ્વારા હજુ પણ બાલીના લોકોઍ જીવંત રાખેલ છે
IMG_3239
રામ અને સીતા
IMG_3254
સીતાજી
રાજા રાવણ
IMG_3290
હનુમાન
આશૉક વાટિકામા હનુમાન અને સીતાનુ મિલન
આશૉક વાટિકામા હનુમાન
IMG_3306
બેરોંગ નૃત્ય -રંગબેરંગી કપડામાં સજ્જ થઈને અલગ અલગ મુદ્રા દ્વારા દેવ અને દાનવ વચ્ચે ની પ્રતિસ્પર્ધા
બેરોંગ નૃત્ય
બેરોંગ નૃત્ય
બેરોંગ નૃત્ય
બેરોંગ નૃત્ય
બેરોંગ નૃત્ય
બેરોંગ નૃત્ય
બેરોંગ નૃત્ય
બેરોંગ નૃત્ય
બાલી લોકનૃત્ય
અમે હર્ષ જોયો રુદન જોઈ લીધું કહો ઉન્નતી કે પતન જોઈ લીધું કદી ચાંદની તો , કદી રાત કાળી વહી જાય છે આ જીવન જોઈ લીધું - શયદા
ગણેશજી - ગોવા ગજહ ગુફા
ગોવા ગજહ ગુફા
ગોવા ગજહ ગુફા
ગોવા ગજહ
કીનતમણિ/બતુર જ્વાલામુખી અને સરોવર
કીનતમણિ/બતુર જ્વાલામુખી
મારી જ આંખડીથી ભરેલું તળાવ છું આશાના અસ્થીઓથી ભરેલું તળાવ છું જોઈ લીધી છે મેય બધીયે દશા અહીં છલકી જઇને ખાલી થયેલું તળાવ છું -શ્રી જયેન્દ્રસિંહજી જાડેજા ( ફાની )
IMG_3156
કોકો ટ્રી
લુવાક
લુવાક, બિલાડી કુલના પ્રાણીનો મુખ્ય ખોરાક કોફીના ફળ છે . તે કોફીના ફળ ઠળિયા સાથે ખાઈ જાય છે. અને નાપચેલ કોફીના ઠળિયા બહાર કાઢે છે.
આ બહાર કાઢેલા મીંજ ને સુકવીને તેને સાફ કરવામાં આવે છે
આ બહાર કાઢેલા મીંજ ને સુકવીને તેને સેકવામાં આવે છે
અને વિશ્વ ની સૌથી મોંઘી પૂ કોફી તૈયાર !!
IMG_3201
ફૂલ તુજ કિસ્મત ના ગીતો ગાઉં છું મારી હાલત ની દયા હું ખાઉં છું તું મરીને થાય છે અત્તર અને હું મરીને રાખ કેવળ થાઉં છું -સગીર
IMG_3208
IMG_3210
પૂરા બતુઆન ( બતુઆન ટેંપલ )
ટાંપાક સીરીંગ/હોલી સ્પ્રિંગ વૉટર ટેંપલ
IMG_3233
IMG_3236
IMG_3316
પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )
બાલીમાં આજે પણ ભારતીય પરમ્પરા નિભાવવામાં આવે છે . આજે પણ ત્યાં લગ ભાગ દરેક ઘરની બહાર ગાય , સ્વાન અને પક્ષી માટે ઘરમાં બનાવેલ વાનગી પહેલા કાઢવા માં આવે છે અને ત્યાર બાદજ ઘરના લોકો આરોગી શકે છે
તનહ લોટ ટેંપલ
તનહ લોટ ટેંપલ
તનહ લોટ ટેંપલ
તનહ લોટ ટેંપલ
તનહ લોટ ટેંપલ
તનહ લોટ ટેંપલ
તનહ લોટ ટેંપલ
તનહ લોટ ટેંપલ
તનહ લોટ ટેંપલ
IMG_3368
IMG_3382
IMG_3384
IMG_3386
IMG_3390
IMG_3389
IMG_3397
IMG_3399
IMG_3422
બેદુગુલ ટેમ્પલ
બેદુગુલ ટેમ્પલ
શબ્દની જેમ સ્મરણમાંથી સરે મૃગજળો રાતના રણમાંથી સરે પુષ્પના મહેકતા મારગ સાથે કંટકો મારા ચરણમાંથી ખરે - હરકિશન જોશી
IMG_3445
પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )
પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )
હું તને તું મને ઝંખતા ઝંખતા મળી તો જશું જ પણ ત્યાં સુધી હું આ ટોળામાં ખોવાયેલી છું શોધી જવાની આશામાં -સુનીતા જૈન
તુજને કળી સમય માં હતી જે સમય ની પ્યાસ લે ફુલ ! રંગ રૂપ ની સાથે મળી સુવાસ સંભાળજે હવે કે ન તોડે તને કોઈ સૌન્દર્ય તુજ વધીને હવે થઇ ગયું છે ખાસ -સગીર
પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )
પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )
પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )
પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )
પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )
બાટીક વર્ક

પેરા સેઈલીંગ, જેટસ્કી અને બનાના રાઈડ જેવી પ્રવૃત્તિ એ અમારું બચપણ પાછું આપી દીધું !
ડો.બીપીન ગાંધી , ડો .આશા ગાંધી ,બકુલ શાહ , અંબુભાઈ પ્રજાપતિ , નિમિષા , ધારા અને ધનુષ
ડો.બીપીન ગાંધી
અંબુભાઈ પ્રજાપતિ
કુંતા બીચ,બાલી
લેગિયન બીચ , બાલી
મૌરીસીએસ બીચ
વસી શકોતો વસજો થોડા દી અમારી આંખોમાં પછી ભલે ખ્વાબ બની ઉડીજાજો સ્વપ્નોમાંચહેરાના રંગમાં ભરી શકોતો ભરજો રંગ ઉમંગનાપછી ભલે હૃદયના જખ્મો ને બહેલાવજો સ્વપ્નમાં
આ સાંજ સાંજ હોય તો હું એન દ્રશ્ય છું ડૂબતા સુરજના રંગ નું જળહળ રહસ્ય છું રૂંવે રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા આપો મને ખબર , કોઈ કે હું અદ્રશ્ય છું ! -નયન દેસાઈ
કુટા બીચ,બાલી
કુટા બીચ,બાલી
કુટા બીચ,બાલી
કુટા બીચ,બાલી
ટેટુ પેન્ટિંગ -ધનુષ શાહ -કુટા બીચ,બાલી
કુટા બીચ,બાલી
અંબુભાઈ પ્રજાપતિ & સુશીલાબેન, બકુલ & નિમિષા , કિશોરભાઈ દેસાઈ & મીનાક્ષીબેન દેસાઈ , ડો.બીપીનભાઈ ગાંધી & ડો.આશાબેન ગાંધી
ધારા શાહ
કુટા બીચ શોપિંગ એરિયા
કુટા બીચ શોપિંગ એરિયા
મુસ્લિમ દેશ , ઇન્ડોનેસિયા ના બાલી માં જાહેર માર્ગ પર આવેલ મહાભારત ના એક પ્રસંગ નું શિલ્પ
મુસ્લિમ દેશ , ઇન્ડોનેસિયા ના બાલી માં જાહેર માર્ગ પર આવેલ મહાભારત ના એક પ્રસંગ નું શિલ્પ નો રાત્રી નો નઝારો
મુસ્લિમ દેશ , ઇન્ડોનેસિયા ના બાલી માં જાહેર માર્ગ પર આવેલ મહાભારત ના એક પ્રસંગ નું શિલ્પ નો રાત્રી નો નઝારો
સન રાઇઝ
Featured post

Panorama view of Angkor vat – The world Heritage Site -The Biggest Hindu Temple Complex in the World

Panoramic View Of Angkor vat Temple Complex
rice_fields
Panoramaview at Sunrise
Morning on Tonle Sap
Young girl lost in her own thoughts
In this lake, near Siem Reap, exists a floating village.
Ultimate Amusement For These Young Girls
Originally South Indian Girl Selling at Complex !

Superb View at Sunset

 
Evening time At Siem Reap Street
IMG00298-20111109-0958

Samundra manthan by Dev and Danav
Angkor Thom Tmeple

IMG00262-20111109-0918
IMG00266-20111109-0928
IMG00267-20111109-0931
Lady in the red dress tried to take a photo of some temple details....
IMG00272-20111109-0940
IMG00274-20111109-0944
IMG00275-20111109-0945
IMG00275-20111109-0946

IMG00288-20111109-0952
IMG00296-20111109-0957
IMG00297-20111109-0957

IMG00303-20111109-1001
Faces of Bayon
Faces of BayonAngkor Thom
Faces of BayonAngkor Thom
IMG00317-20111109-1017
IMG00322-20111109-1023
IMG00331-20111109-1029
Pillars & Columns
IMG00335-20111109-1039
IMG00339-20111109-1042
IMG00342-20111109-1050
IMG00355-20111109-1102
IMG00354-20111109-1101
IMG00357-20111109-1104
IMG00361-20111109-1109
IMG00364-20111109-1118
IMG00368-20111109-1123
IMG00366-20111109-1121
IMG00370-20111109-1126
IMG00371-20111109-1126
Ta Prohm Temple
Ta Prohm Temple
Ta Prohm Temple
Ta Prohm Temple
Vietnamese Girl in Ta Prohm Temple
Angor Wat
Giant Coconut with Full of Sweet Water !!
IMG00393-20111109-1218
View of walkway
Stone path of Angkor
Panorama view at sunset
Angkor tower
Buddhist Monk
Buddhist Monk and Beatiful Girl
Three monks - safran-pumpkin & Chilli
Panch Parmeshwara !!
Apsaras Just Come out from Beauty parlour !
Angkorchildren are playing at Angkor
Angkor Wat
angkorthom3
angkorwat
False door
Fruit Market
Market..Market..Market
water_houese
Featured post

અંગકોરવાટ -હિન્દુત્વના ઈતિહાસ નું એક ગૌરવપૂર્ણ છતાં સમજપૂર્વક ભુલાવી દીધેલ એક પાનું

Sunset at Angkor vat
Apsara
King Suryavarman II
Sunrise at Angkorvat Temple Complex
sunrise
Entrance of Angkor vat Temple complex
Entrance of Angkor vat Temple complex
Lord Vishnu's temple
Nimisha at Lord Vishnu Temple
IMG00268-20111109-0931
Nimisha at front of Temple
IMG00270-20111109-0938
IMG00269-20111109-0937
King Yashovarman going for Fighting
King With his Military
IMG00293-20111109-0955
IMG00292-20111109-0955
Midwife helping pregnant lady
'Dwand Udhha' !
Lord Brahhma , LordVishnu and LordMahesh faced Temple
Dhara at God Faced Temple
Dhara between Apsara
Bakul Shah facing God Vishnu
IMG00340-20111109-1043
Bakul Shah at Tree on Temple
Tree spread its roots on and above Temple
Tree spread on Temple
Roots has damaged Temple
Dhara between Apsara with different Hairstyle
Tree on the Temple !
Sunset View of Angkor vat Temple
Bhgvan Vishnu
Street of Siam Reap
Bagi attached to Bike !!
Dhanush at Entrance of Angkor vat

Bakul, Nimisha & Dhara at Hotel Angkor Vat

શું આપને યાદ છે ?

શું આપને યાદ છે કે આપને કે આપના કુટુંબીજનો ને ઈતિહાસ ના અભ્યાસક્રમ માં ભણાવવામાં આવ્યું હોય કે ભારતીય રાજા નું શાસન કમ્બોડિયા , જાવા- સુમાત્ર , ઇન્ડોનેશિયા  કે મલેશિયામાં માં પ્રવર્તમાન હતું ?  શા માટે આપણાથી આપણો ગૌરવપ્રદ ઈતિહાસ છુપવામાં આવી રહ્યો છે ?  છે કોઈ કારણ ? ઇસ. પહેલી સદીથી લઇ ને છેક ૧૪ મી સદી સુધી પરાક્રમી રાજાઓ ના રાજ્ય ની ધજાઓ છેક દક્ષીણ -પૂર્વ એશિયા સુધી ફરકતી હતી !  પરંતુ આપણી નમાલી સરકારો ને અને બની બેઠેલા બુદ્ધીવાદીયો ને ભારત ના ગૌરવપ્રદ ઈતિહાસ ને લોકો સમક્ષ જણાવતા શરમ આવે છે ! કદાચ એમને ડર હશે કે કદાચ કોઈ આપણને વિસ્તારવાદી કહી દેશે તો ?  દક્ષીણ-પૂર્વ માં ચાલતા દરિયાય વ્યાપાર પર ભારત નું ઘણું પ્રભુત્વ હતું ! કમાલ ની વાત તો એ છેકે ઉપરોક્ત દેશો અને ટાપુઓં તેમના ઈતિહાસમાં ગૌરવ પૂર્વક જણાવે છે કે તેમની ઉપર ભારતીય રાજા એ રાજ કર્યું હતું ! એટલુજ નહિ પણ  પણ આજે પણ જે તે રાજા ના વારસદાર ને રાજા નું સન્માન આપે છે ( મલેશિયા ) ! આજે પણ થાઇલેન્ડના રાજા, રામ ના નામ થી ઓળખાય છે ! આજે પણ ત્યાં અયોધ્યા નામની નગરી આવેલી છે અને બેંક નું નામ પણ અયોધ્યા છે ! આજે પણ બેંગકોક ના આંતરાષ્ટ્રીય હવાઈમથક નું નામ સુવર્ણભૂમિ છે !   આવો કમ્બોડિયામાં સ્થપાયેલ આવા એક ભવ્ય શાસન અને તેમના દ્વારા નિર્મિત મંદિર શ્રુંખલા ની જાંખી કરીએ !

દેશ : કમ્બોડિયા    

કમ્બોડિયા માં હિંદુ રાજ્ય નો ઈતિહાસ
હિન્દુત્વ નો પ્રસાર કોને અને ક્યારે કામ્બોડીયા માં કર્યો તેનો સ્પષ્ટ ઈતિહાસ ક્યાય થી મળતો નથી પરંતુ લગભગ ઇસ.૫૦ માં કમ્બોડિયા માં એક ભાવપૂર કરીને શહેર હતું  અને ત્યાં ભાવવર્મન પહેલા નું ચક્રવર્તી રાજ હતું તેવું ઈતિહાસ માં નાધાયેલું છે. એવું કહેવાય છે કે તે સમય  ભારત સાથે ના વ્યાપાર ને કારણે ભારતીય વ્યાપારીઓ એ હિન્દુત્વ ની જ્યોત આ બાજુ પ્રગટાવી હતી અને ભારતીયોની સમૃદ્ધી જોઈ ત્યાના લોકોએ હિંદુ ધર્મ માં દિલચસ્પી લીધી હશે અને તેને પ્રસારવા નું કામ બાકી રહેલ કામ એક પછી એક આવેલા હિંદુ રાજા એ ખુભી પૂર્વક કર્યું હશે. સૌથી મહત્વ ની વાત એ છે કે હિંદુ ધર્મ ના પ્રસાર માટે ના તો લાલચ આપવામાં આવી હતી કે ના કોઈ જોર અજમાવામાં આવ્યું હતું . ઈતિહાસ માં આવા કોઈ પ્રમાણ મળ્યા નથી .ભાવવર્મન પ્રથમ પછી ત્યાં આગળ તેનો ભાઈ મહેન્દ્રવર્મન ગાદી ઉપર આવ્યો હતો તેને તથા તેના પુત્ર ઈસાનવર્મન પહેલા એ ઉતરોતર પોતાના રાજ્ય નો વ્યાપ વધાર્યો અને ખેમર સામ્રાજ્ય ના પાયા ને મજબૂત કર્યો હતો .આજ સમય માં પૂર્વ કામ્બોડીયા માં બેંગકોક થી નજીક દ્વારવતી કરીને પણ એક રાજ્ય ઇસ .૬૨૮ માં હતું તેનો રાજા ભાવ વર્મન બીજો  હતો કે જે ઈસાનવર્મન પ્રથમ નો પુત્ર હતો. ભાવ વર્મન બીજા એ લગભગ ઇસ.૬૫૪ સુધી રાજ કર્યું અને ત્યારપછી તેની પુત્રી જયાદેવી એ રાજ કર્યું . આમ પેઢી દર પેઢી રાજ ચાલતું રહ્યું અને ઇસ.૭૯૦ માં જ્યવર્મન બીજા એ પોતાના રાજ્ય નો વ્યાપ વધાર્યો અને તેને વ્યાધપુરા (દક્ષીણ-પૂર્વ કામ્બોડીયા ) ,સંભુપુર,ઉત્તર  માં વાટ ફું    સુધી પ્રસાર કર્યો અને પૂર્વ માં અનીન્દીતાપુરા સુધી પોતાનું રાજ્ય નો ફેલાવ કર્યો અને પોતાને ઇસ.૮૦૨ માં વિશ્વ ના રાજા તરીકે ઘોષિત કર્યો. તેને આમરણાંત ઇસ.૮૩૫ સુધી રાજ કર્યું . ઇસ.૭૯૦ થી લઇ ને ઇસ. ૧૩૨૭ સુધી ની તવારીખ નીચે મુજબ છે :
રાજા                               રાજ્ય નો સમય ગાળો
જ્યવર્મન બીજા               ૭૯૦ – ૮૩૫
જ્યવર્મન ત્રીજા               ૮૩૫ – ૮૭૭
ઇન્દ્ર વર્મન પહેલા            ૮૭૭ – ૮૮૬
યશોવર્મન પહેલા            ૮૮૯ – ૯૧૫
હર્ષ વર્મન પહેલા             ૯૧૫ – ૯૨૩
ઇસના વર્મન બીજા          ૯૨૩ – ૯૨૮
જ્યવર્મન ચોથા               ૯૨૮ – ૯૪૧
હર્ષવર્મન બીજા               ૯૪૧ – ૯૪૪
રાજેન્દ્ર વર્મન                  ૯૪૪ – ૯૬૮
જ્યવર્મન પાંચમાં            ૯૬૮ – ૧૦૦૦
ઉદયદીત્યવર્મન            ૧૦૦૦ – ૧૦૦૨
જયવીર વર્મન               ૧૦૦૨ – ૧૦૧૦
સૂર્યવર્મન                      ૧૦૧૦ – ૧૦૪૯
ઉદયદીત્ય વર્મન પ્રથમ  ૧૦૫૦ –  ૧૦૬૬
હર્ષવર્મન ત્રીજા              ૧૦૬૭ –  ૧૦૮૦
જ્યવર્મન છઠા                ૧૦૮૦ –  ૧૧૦૭
ધારનિંદ્રા વર્મન               ૧૧૦૭ –  ૧૧૧૨
સૂર્ય વર્મન બીજા              ૧૧૧૩ – ૧૧૫૦
યશોવર્મન બીજા              ૧૧૫૦ – ૧૧૬૫
ત્રિભુવન આદિત્ય વર્મન    ૧૧૬૫ – ૧૧૭૭
જ્યવર્મન સાતમાં              ૧૧૮૧ – ૧૨૨૦
ઇન્દ્ર વર્મન બીજા               ૧૨૨૦ – ૧૨૪૩
જ્યવર્મન આન્થમાં            ૧૨૪૩ – ૧૨૯૫
શ્રીઇન્દ્ર વર્મન                    ૧૨૯૫ – ૧૩૦૭
શ્રીઇન્દ્રજ્ય વર્મન               ૧૩૦૭ – ૧૩૨૭
જ્યવર્મન પરમેશ્વર            ૧૩૨૭-

સ્થળ :  સીઅમરેંપ

સીઅમરેંપ  નો અર્થ થાય છે કે  ‘થાઇ ને હરાવ્યા’ ભાગ્યેજ જોવા મળે તેવું ચતુરાઈપૂર્વક  રાખેલ  નામ  થાઇલેન્ડ નજીક ના એક મુખ્ય શહેર માટે અર્થપૂર્ણ નામ !  અંગકોર ના આ સામ્રાજ્ય નો એકવાર ના આધુનિક થાઇલેન્ડ નો ભાગ બની ચુક્યું છે .  થાઇલેન્ડ છેવટે કંબોડિયા ને હરાવી અને સીઅમરેંપ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું ૧૭૯૪  થી ૧૯૦૭  સુધી પોતાના તાબા હેઠળ અંગકોર સામ્રાજ્ય ને રાખ્યું હતું .

જયારે ૧૯૦૭ માં ફ્રેંચ લોકોએ કંબોડિયા પર પ્રભુત્વ  મેળવ્યું ત્યારથી  સીઅમરેંપ  ના વિકાસ ના દ્વાર ખૂલ્યા. ફ્રેંચ સ્થપતિ શ્રી એકોલે ફ્રન્કૈસે ના અથાગ પ્રયાસથી અંગકોર આજ આપણી સમક્ષ દ્રશ્યમાન થઈ શક્યું છે .

પાસપોર્ટ / વિઝા નોંધ : બધા મુલાકાતીઓ પાસે પૂરતુ ફંડ્સ હોવું  જોઈએ.  ઈ વિઝાઑનલાઇન (એક પ્રવેશ પ્રવાસી વિઝા) કરી શકાય છે કે જે 30 દિવસ રહેવા  માટે પરવાનગી આપે છે. વધુ જાણકારી માટે www.mfaic.gov.kh જુઓ. નહિંતર, આગમન પર વિઝા 30 દિવસ માટે અદા કરી શકાય છે. એક પાસપોર્ટ ફોટો તથા ૨૦ U.S. $ પ્રવાસી વિઝામાટે સાથે જરૂરી છે.

એમ્બસ્સી ઓફ  ઇન્ડિયા : એન – ૭૭૭ , પ . મોનીવોંગ  બ્લ્વ્દ .   : ૩૬૩  ૫૦૨  / ૩૬૧  ૨૭૦ , ફેક્ષ : ૩૬૪  ૪૮૯

આઈ એસ ડી કોડ : 00855 63

સમય માં ફેરફાર : ઇન્ડિયન સ્ટાન્ડર્ડ  ટાઇમ +  ૧.૫ કલાક

ચલણ : રીએલ  (ખર )

વિનિમય દર : રીએલ  (ખર ) ૧૦૦૦ =૧૩.3089રૂપિયા

http://www.xe.com/ucc/convert/?Amount=1000&From=KHR&To=INR

ભાષા : ખમેર, ફ્રેંચ  અને ઈંગ્લીશ ખુબ ઝડપથી પ્રખ્યાત થઇ રહી છે

ક્યારે જઈ શકાય ?

વર્ષાઋતુ : જૂન થી અક્ટોબર 27-35.સી (80-95.ઍફ)
ડ્રાઇ સીજ઼ન (કૂલ): નવેંબર થી ફેબ્રુઆરી 17-27.સી (80-95.ઍફ)
ડ્રાઇ સીજ઼ન (હોટ) :માર્ચ થી મે 29-38.સી (84-100.ઍફ)

નવેમ્બેર થી લઈને ફેબ્રુઆરી સુધી નો સમય શ્રેષ્ટ સમય ગણાય છે

કેવી રીતે જવાય  :

હવાઈ માર્ગ : મુંબઈ અને દેલ્હી થી સીધી કુલાલમ્પુર અથવા તો બેન્ગ્કોક માટે ફ્લાઈટ  લઇ ત્યાંથી સીઅમરેંપ   ની ફ્લાઈટ  મળી શકે છે

કુલાલમ્પુર થી અથવા બેંગકોક થી સીધી ફ્લાઈટ છે

http://airasia.com

http://www.malaysiaairlines.com/in/en.html

Malaysian Airlines

Local: 1300 88 3000 Malaysia

International: +60 (0)3 7846 3000

Air Asia

Local: 1300 88 99 33Malaysia

Local :18605008000 India

International: +60 03 7884 9000

 

રેલવે : 

બેંગકોક (થાઇલેન્ડ) અને ફ્નોમ  પેન્હ (કામ્બોડિયા ) વર્ચ્ચે ચાલતી ટ્રૈન કંબોડિયા માં યુદ્ધ ચાલતું હતું ત્યારથી  માત્ર થાઈ-કાંબૉડિયન સરહદ ના થાઈ બાજુ પર આવેલ અરન્યપ્રત્હેત  વચ્ચે ચાલી રહેલ છે, અને અરન્યપ્રત્હેત (થાઇલેન્ડ)  અને બત્તામ્બંગ(કામ્બોડિયા) વચ્ચે સરહદ તરફ ટ્રેન સેવા કેટલાકવર્ષોથી સસ્પેન્ડ છે.  ફ્નોમ પેન્હ અને બત્તામ્બંગ  વચ્ચે  ટ્રેન સેવા પણ કેટલાક વર્ષોથી સસ્પેન્ડ છે.

 ફેરી : થાઇલેન્ડ થી કંબોડિયા વચ્ચે કોઈ ફેરી સેવાઓ છે નહિ .જોકે, પગે ચાલીને થાઇલેન્ડ ના કોહ કોંગ  સરહદ ક્રોસ કરી  ત્યાંથી ૧૫ મિનિટ ની શેર ટેક્સી અથવા (મોટરબાઈક ટેક્સી) મોટોડોપ  રાઈડ લઇ અને પછી ત્યાંથી સિહનઔક્વિલ્લે જઈ ત્યાંથી ફેરી દ્વારા જઈ શકાય છે

રોડ : ઓન લાઇન  બુકિંગ માટે :  https://www.aeroline.com.my/plan_trip.html

બેંગકોક થી સીએમરીપ પહોચતા લગભગ  6-9 કલાક લાગે છે અંદાજે ૪૬૫ કી.મી છે, 6-9 કલાક ટ્રિપછે. સામાન્ય રીતે ૪-૫  કલાક ના પ્રવાસ બસ દ્વારા બેંગકોક થી અરન્યપ્રત્હેત (‘અરણ ‘ ) નામ ના ટાઉન  પહોચતા થાય છે , જે  થાઈ બાજુ ની સરહદપર નું છેલ્લું ટાઉન છે, પછી ટુક -ટુક દ્વારા સરહદ ક્રોસિંગ કરી કમ્બોડિયા    ની સરહદ પોઈપેટ નામ નું ટાઉન આવેલ છે કે જે ફક્ત ૬  કિ.મી. દુર છે .પોઈપેટ  થી સીએમ રીપ  નો માર્ગ હવે ખુબ સરસ થઇ ગયેલ છે અને લગભગ ૩ કલાક માં સીએમ રીપ પહોંચવા માટે લાગે છે .જમીનમાર્ગે પ્રવાસ આયોજન બે વિકલ્પો છે: (1) બેંગકોક થી પેકેજ ટિકિટ ખરીદી; (2) અથવા ટીકીટ લઇ જાતે આયોજન કરવું

વીજળી: 220 વોલ્ટ, 50Hz. મુસાફરો ખાસ ધ્યાન રાખો કે પાવર કટ વારંવાર થતો હોય છે અને મહાનગર બહાર, વીજળી સામાન્ય રીતે માત્ર સાંજે ઉપલબ્ધ હોય છે 

અંગકોર ના મંદિર :
એવું કહેવાય છે કે જો આપ કમ્બોડિયા ફરવા માટે ગયા હોય અને જો આપ  અંગકોર વાટ ના ઐતિહાસિક મંદિર, પ્રાચીન ખ્મેર સામ્રાજ્યની મુલાકાત ન લીધી હોય તો આપ ની એ મુલાકાત અધુરી રહી ગણાય ,  ૯  અને ૧૩  મી સદીમાં વચ્ચે બંધાયેલ , ૧૦૦  કરતાં વધુ મંદિરો શોધી કાઢવામાં આવ્યા છે  એટલુજ નહિ આ પ્રાચીન સભ્યતા , પ્રાચીન સંસ્કૃતિ અને  તેના સમયના  સૌથી મોટા શહેરો માંના  એક ગણાય છે . અંગકોર વાટ અત્યાર સુધીમાં બંધાયેલા સૌથી મોટું ધાર્મિક સ્મારક  છે  , એક પ્રભાવશાળી હિન્દૂ મંદિર શ્રુંખલા છે કે જે ની ચારે તરફ ઊંડી કેનાલ બનાવી મંદિર ને સુરક્ષિત રાખવા નો પ્રયાસ કરેલ છે .આ એક વિશ્વની અજાયબીઓની તરીકે જાણતા છે. અંગકોર થોમ આ કોટ રોયલ સિટી બયોન  મંદિર અને તેના વિશાળ પથ્થરના ચહેરાઓ લગતા મંદિર , નું એક અનન્ય આકર્ષણ  છે.

સરનામું: સીએમ  બહાર ૩ માઇલ (૫ કિમી ) ; પ્રવેશ:  U.સ.$ ૨૦ . એક દિવસ માટે

કંબોડિયા લેન્ડમાઈન્સ  મ્યુઝિયમ
અકિરા’સ  લેન્ડમાઈન્  મ્યુઝિયમ
અંગકોરવાટ  લેન્ડમાઈન્ મ્યુઝિયમ પ્રાચીન ખ્મેર ભવ્યતા ઉપર કલંક સમાન છે. આ  લેન્ડમાઈન્ કંબોડિયા ના ભયાનક રાજકીય અને સામાજિક ચહેરા ને ઉજાગર કરે છે .  અકિરા નામ ના ભૂતપૂર્વ ખ્મેર રગ બાળ સૈનિક દ્વારા સ્થપાયેલ આ સંગ્રહાલય, મુશ્કેલીગ્રસ્ત સમય તરફ સ્પષ્ટ રીતે ધ્યાન ખેંચે છે. આજે પણ હજારો માનવી ઓં જમીન માં દટાયેલી સુરંગો નો ભોગ બને છે . હજુ પણ સુરંગો ને શોધવાનું અને તેને નકામી કરવાના પ્રયત્ન હોવા છતાં,  અંદાજ છે કે અડધા કરતાં ઓછી સાફ કરવામાં આવી છે. અકિ રા એ પોતે રા 50,000 ઉપર ને નિષ્ક્રિય કરી છે, તેની પોતાની પહેલ પર ઘણી જમીની સુરંગો અને ઘણા અન્ય શસ્ત્રો આ સંગ્રહાલય સમાવાયા છે.

સરનામું: સ્થિત ૪  (૬ કિમી ) માઇલ બન્તેંય  શ્રેય  ટેમ્પલ ઓફ અંગકોર વાટ પુરાતત્વીય પાર્ક અંદર, દક્ષિણ; ઇ મેલ: info@cambodialandminemuseum.org; વેબસાઈટ: http://www.cambodialandminemuseum.org; પ્રવેશ: વ્યક્તિ દીઠ 1 ડોલર દાન

નેશનલ મ્યુઝિયમ
અંગકોર નેશનલ મ્યુઝિયમ
અંગકોર ના મંદિર ની મુલાકાતએ  જવાના માર્ગ ઉપર આ આ સંગ્રહાલય બનવા માં આવ્યું છે કે જેથી મુલાકાતીઓ ખેમર સંસ્કૃતિ ની ઊંડાણપૂર્વક  સમજ કેળવી શકે અને મુલાકાતીઓ ઇતિહાસ, સમૃદ્ધ વારસા અને અન્ય કથાઓ થી રૂબરૂ થઇ શકે કેમ કે  મોટે ભાગે જ્યારે માર્ગદર્શિકા વગર અંગકોર મંદિરો જોવા જાય ત્યારે તેનાથી અજાણ રહી જાય છે . આ સંગ્રહાલય મલ્ટીમીડિયા શો દર્શાવે છે અને વિવિધ માનવસર્જીત વસ્તુઓ દ્વારા ખ્મેર સંસ્કૃતિ સુવર્ણ સમય ને ઉજાગર કરે છે. આ ઇમારત પોતે અત્યંત આધુનિક વાતાનુકૂલિત , ભવ્ય અને પ્રચંડ  ૨૦ ,૦૦૦  પર ચોરસ મીટર જગ્યા માં આવેલ છે.
સરનામું: નો .૯૬૮ , વિથેઈ  ચાર્લ્સ ડી ગૌલ, ફોઉંમ  સલાકાન્સેંગ , ખોમ  સ્વય્દાન્ગુમ , સિઅમરેપ  ; ઇ મેલ: info@the-anm.com; વેબસાઈટ: http://www.angkornationalmuseum.com; ખુલવાનો સમય: 1 30 સપ્ટેમ્બર દરરોજ સવારે  ૮ .૩૦ થી સાંજે ૬ સુધી ખુલ્લું હોય છે; 1 ઓક્ટોબર 30 એપ્રિલ:  દરરોજ સવારે ૮.30 થી સાંજે ૬ ૩૦  છે; પ્રવેશ: બિન-કમ્બોડિયનો માટે પ્રવેશ $ 12 ફોટોગ્રાફી માટે વધારાના $ 3  છે

તોન્લેસાપ  તળાવ  © લા ઝીતીના
તોન્લે સાપ  તળાવ

ઓઍન્ગ  તોન્લે  સાપ  (તોન્લે  સાપ  તળાવ)  એશિયા નું એક સૌથી મોટું તાજા પાણી નું તળાવ છે, અને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઇકો સિસ્ટમ આના પર નભે છે. આ તોન્લે  સાપ  બાયોસ્ફિયર રિઝર્વ માં ના આ પ્રેક તોઅલ  પક્ષી અભયારણ્ય માં રહેવાસી પક્ષીઓ જેવા કે બાજ, સ્ટોર્ક , પેલિકન અને માછલી ઈગલ્સ નો સમાવેશ થાય છે આ ઉપરાંત  માછલી, મગરો, કાચબા, મુહ્કાક ( લાંબા મોઢા વાળું અને છાતી ઉપર ખોરાક રાખવા ની કોથળી વાળું વાંદરું ) અને ઓત્તેર , તેમજ પાણી માં સ્તંભ ઉપર ટકેલા અથવા ફ્લોટિંગ ઘરો માં રહેતા ગ્રામજનો સમાવેશ થાય છે.  આ શ્રેષ્ઠ પક્ષીઓ જોવા નો સમય ઉનાળાની સુકી ઋતુ છે. આ ઉપરાંત સીએમરેપ માં તોન્લે સાપ નું પ્રદશન પણ છે કે જે સ્થાનિક લોકોની સંસ્કૃતિ અને પર્યાવરણ ના પ્રદર્શન દ્વારા ખ્મેર વારસા ની તાકાતનું પ્રદર્શન કરે છે .
સરનામું: આ તળાવ સિઅમ રેપ ની દક્ષિણે લગભગ  ૯  માઈલ (૧૫ કિમી) દુર આવેલ છે ; ટેલીફોન: તોન્લે  સાપ  (૦ ) પ્રદર્શન ૯૬૪  ૬૩  ૬૯૪ ; ફેરી ફ્નોમ પેન્હ અને સીએમ રેપ વચ્ચે ની ફેરી ચોંગ  ખ્નેઅસ  નામ ના  ગામ ખાતે તળાવ અને બંદરગાહ વચ્ચેથી પસાર થાય છે . આ તોન્લે સાપ  પ્રદર્શન અંગકોર વાટ માટે ના માર્ગ પર જયવર્મન સાતમા હોસ્પિટલ પછી તરત છે, ખુલવાનો સમય:. બધા આકર્ષણો દરરોજ સવારે ખુલે છે જોકે પ્રદર્શન બપોરે ૧૨ થી ૨ વચ્ચે બંધ રહે છે; પ્રવેશ: ચોંગ   ખ્નેઅસ   ફ્લોટિંગ ગામ બોટ પ્રવાસ: U.S. $ 6 ; પ્રેક  તોઅલ  પક્ષી અભયારણ્ય પ્રવેશ: U.S. $ 5, $ પ્રવાસ 15-25 U.S.; તોન્લે  સાપ  પ્રદર્શન: મફત છે.


બેંગ  એઅલેઅ  મંદિર

આ મંદિર સેન્ડ સ્ટોન માંથી બનેલ છે .અને સીએમ રેંપ થીપહોચતા  લગભગ ૫ કલાક લાગે છે . આ મંદિર જંગલ માં આવેલા હોવા થી અને તેની મુલાકાત સાર્થક લાગે છે આ મંદિર સંકુલ અંગકોર વાટ ના  સમાન સ્કેલ પર છે અંદાજે બારમી સદી માં બંધાવ્યા હતા. પરંતુ ઘણા સમય થી ત્યજી દીધેલ હોય તેવું પ્રતીત થાય છે . અહી થી લુટારાઓ પૌરાણિક મહત્વ ધરાવતી પ્રતિમાઓ ઉઠાવી ગયા છે .પરંતુ અન્ય રીતે આ માળખું તેના ઐતિહાસિક ધરોહર અને  ગુણવત્તા કારણે મુલાકાતીઓ આવતા રહે છે ભલે ઓછા પ્રમાણ માં આવતા હોય , પણ આવે છે જરૂર

સરનામું: સીએમરેંપ  થી ૪૫  માઇલ (૭૦ કિમી )  પ્રવેશ ફી : $ ૫


ઇંડિયન રેસ્ટોરેંટસ 
ચૂસસ્કા રેસ્ટોરેંટ:
ઇંડિયન વેજિટેરિયન રેસ્ટોરેંટ
ઓલ્ડ માર્કેટ ઍરિયા, સ્ટ્રીટ 7,
વન બ્લૉક નોર્થ ઓફ પબ સ્ટ્રીટ
ટેલ: ૦૧૨ -૨૧૨૧૩૮

કરી વૉલા રેસ્ટોરેંટ 

#805, સીવાતા બ્લ્વડ.

રોડ તો અંગકોર નાઇટ માર્કેટ

ઇંડિયા ગેટરેસ્ટોરેંટ: 

ટેલ: 063-૯૬૫૪૫૧

સ્ટ્રીટ ૯ , ઓલ્ડ માર્કેટ ઍરિયા

ટેલ: ૦૯૩ -૪૦૦૧૪૮

ધી ઇંડિયન રેસ્ટોરેંટ 

ઓલ્ડ માર્કેટ ઍરિયા, ઑપોસિટ તે પ્રોવિન્ષિયલ હોસ્પિટલ

ટેલ: ૦૧૭  -૯૨૮૪૭૧

લિટ્લ ઇંડિયા રેસ્ટોરેંટ: 

2 થ્નૌ સ્ટ્રીટ, ઓલ્ડ માર્કેટ ઍરિયા,

ઑપોસિટ બ્લૂ પંપકિન

ટેલ: ૦૧૨ -૬૫૨૩૯૮

મહારાજા રેસ્ટોરેંટ: 

નેક્સ્ટ તો કૅબ બૅંક, ઓલ્ડ માર્કેટ ઍરિયા
ટેલ: ૦૯૨ -૫૦૬૬૨૨

તાજ મહાલ રેસ્ટોરેંટ:

ક્લાસ્સિક ઇંડિયન ક્વિજ઼ીન

ઓલ્ડ માર્કેટ ઍરિયા , પબ સ્ટ્રીટપાસે,

બિટ્વીન રેડ પિનો અન્દ કૅબ બૅંક

ટેલ: ૦૮૮ -૮૭૬૫૧૦૦


Featured post